ગઈ કાલે T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, તિલક વર્મા અને જસપ્રીત બુમરાહે મુંબઈ ઍરપોર્ટથી રવાના થતાં પહેલાં ગ્રુપ-ફોટો શૅર કર્યો હતો
તિલક વર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે મુંબઈ ઍરપોર્ટથી રવાના
ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ૨૯ ઑક્ટોબરથી પાંચ મૅચની T20 રમાશે. આ T20 સિરીઝ માટેની સ્ક્વૉડના મોટા ભાગના પ્લેયરો ઑસ્ટ્રેલિયામાં વન-ડે સિરીઝ રમી રહ્યા છે, જ્યારે બાકીના પ્લેયરોએ ગઈ કાલે ઑસ્ટ્રેલિયા માટેની ફ્લાઇટ પકડી હતી. ગઈ કાલે T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, તિલક વર્મા અને જસપ્રીત બુમરાહે મુંબઈ ઍરપોર્ટથી રવાના થતાં પહેલાં ગ્રુપ-ફોટો શૅર કર્યો હતો.
શુભમન ગિલ સાથે હાથ મિલાવીને નફ્ફટ પાકિસ્તાની ફૅને કહ્યું, ‘પાકિસ્તાન ઝિંદાબાદ’
ADVERTISEMENT

ભારતના નવા વન-ડે કૅપ્ટન શુભમન ગિલ સાથે ઍડીલેડમાં બીજી વન-ડે પહેલાં એક વિચિત્ર બનાવ બન્યો હતો. શહેરની શેરીઓમાં ફાસ્ટ બોલર હર્ષિત રાણા સાથે શૉપિંગ કરતી વખતે એક ક્રિકેટચાહકે શુભમન ગિલ સાથે હાથ મિલાવ્યો હતો, પણ હાથ મિલાવ્યા બાદ તેણે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. જોકે એ સાંભળીને શુભમન ગિલ અને હર્ષિત રાણા દંગ રહી ગયા હતા અને શેરીમાં આગળ ચાલીને તે વ્યક્તિથી બન્ને દૂર જતા રહ્યા હતા. તે વ્યક્તિના એક સાથીએ આ ઘટનાને કેદ કરી લીધી હતી.


