વન-ડે સિરીઝ જીત્યા બાદ ભારતની અન્ડર-19 ટીમની ઇંગ્લૅન્ડ સામેની બે મૅચની સિરીઝની પહેલી ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી. ૨૦ જુલાઈથી ભારતની યુથ ટીમની વર્તમાન ટૂરની અંતિમ મૅચ શરૂ થશે.
ભારતની યુથ ટીમે કરી પ્રતિષ્ઠિત લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની ટૂર
ભારતની અન્ડર-19 ટીમે હાલમાં ઇંગ્લૅન્ડના પ્રતિષ્ઠિત અને લંડનમાં આવેલા લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની સાથે મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (MCC) મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. લૉર્ડ્સમાં જ પોતાની ૧૮મી વર્ષગાંઠ નિમિત્તે કેકકટિંગ કરનાર કૅપ્ટન આયુષ મ્હાત્રેએ પહેલી વાર આ સ્ટેડિયમમાં આવ્યા પછી નજીકની ભવિષ્યમાં અહીં રમવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. વન-ડે સિરીઝ જીત્યા બાદ ભારતની અન્ડર-19 ટીમની ઇંગ્લૅન્ડ સામેની બે મૅચની સિરીઝની પહેલી ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી. ૨૦ જુલાઈથી ભારતની યુથ ટીમની વર્તમાન ટૂરની અંતિમ મૅચ શરૂ થશે.

