Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કોણ બોલર બનવા માગશે?

17 April, 2024 07:08 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪૦ ઓવરમાં ૫૪૯ રન બન્યા એ જોઈને સચિન તેન્ડુલકરે કહ્યું...

સચિન તેંડુલકર , પૅટ કમિન્સ

IPL 2024

સચિન તેંડુલકર , પૅટ કમિન્સ


એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ૩ વિકેટે ૨૮૭ રન ફટકારીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ઇતિહાસના સૌથી મોટા સ્કોર ૨૭૭ રનનો પોતાનો જ રેકૉર્ડ તોડ્યો હતો. ફ્રૅન્ચાઇઝી ક્રિકેટનો સૌથી મોટો સ્કોર ખડકવાની સાથે જ હૈદરાબાદે અફઘાનિસ્તાનનો ૩ વિકેટે ૨૭૮ના સ્કોરનો રેકૉર્ડ તોડી T20 ઇતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર પોતાના નામે કર્યો હતો. ૨૨ સિક્સર અને ૧૯ ચોગ્ગાની મદદથી હૈદરાબાદ IPLમાં ૨૭૦ પ્લસનો સ્કોર બે વાર કરનારી પ્રથમ ટીમ બની છે. એક IPL સીઝનમાં ૨૫૦ પ્લસનો સ્કોર બે વાર કરનાર હૈદરાબાદે એક ઇનિંગ્સમાં સૌથી વધુ બાવીસ સિક્સર ફટકારવાનો રેકૉર્ડ પણ પોતાના નામે કર્યો હતો. રન ચેઝ કરવા ઊતરેલી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે ૭ વિકેટે ૨૬૨ રન કરતાં એક T20 મૅચમાં સૌથી વધુ ૫૪૯ રનનો વર્લ્ડ રેકૉર્ડ બન્યો હતો. ૧૭મી સીઝનની ૩૦મી મૅચમાં કુલ ૮૧ બાઉન્ડરી જોવા મળી જેણે ૨૦૨૩ના વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકાની મૅચના સૌથી વધુ T20 મૅચની બાઉન્ડરીના રેકૉર્ડની બરાબરી કરી હતી. હૈદરાબાદ અને મુંબઈની મૅચના સૌથી વધારે ૩૮ સિક્સરના રેકૉર્ડની બરાબરી પણ આ મૅચમાં થઈ હતી. ૩૦ વર્ષના ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન ટ્રૅવિસ હેડે ૩૯ બૉલમાં ફાસ્ટેસ્ટ અને ઑવરઓલ ચોથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી હતી. ૧૦૦ સદી ફટકારનાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે સોશ્યલ મીડિયા પર લખ્યું, ‘બન્ને ટીમે પાવર હિટિંગનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. ૪૦ ઓવરમાં ૫૪૯ રન. હવે કોણ બોલર બનવા માગશે?’ જોકે ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પૅટ કમિન્સે મૅચ બાદ બૅટ્સમૅન બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. 

T20 મૅચમાં સૌથી વધારે બાઉન્ડરી

બાઉન્ડરી

મૅચ

વર્ષ

૮૧

હૈદરાબાદ વિરુદ્ધ બૅન્ગલોર

૨૦૨૪

૮૧

વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ સાઉથ આફ્રિકા

૨૦૨૩

૭૮

મુલતાન સુલતાન વિરુદ્ધ ક્વેટા ગ્લૅડિયેટર્સ 

૨૦૨૩



 


T20 મૅચમાં સૌથી વધુ રન

રન

મૅચ

વર્ષ

૫૪૯

હૈદરાબાદ વિરુદ્ધ બૅન્ગલોર

૨૦૨૪

૫૨૩

હૈદરાબાદ વિરુદ્ધ મુંબઈ

૨૦૨૪

૫૧૭

વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ સાઉથ આફ્રિકા

૨૦૨૩

૫૧૫

મુલતાન સુલતાન વિરુદ્ધ ક્વેટા ગ્લૅડિયેટર્સ રાવલપિંડી

૨૦૨૩

૫૦૬

સરે વિરુદ્ધ મિડલસેક્સ

૨૦૨૩

 


T20 મૅચમાં સૌથી વધુ સિક્સર

સિક્સર

મૅચ

વર્ષ

૩૮

હૈદરાબાદ વિરુદ્ધ બૅન્ગલોર

૨૦૨૪

૩૮

હૈદરાબાદ વિરુદ્ધ મુંબઈ

૨૦૨૪

૩૭

બલ્ખ લેજન્ડ્સ વિરુદ્ધ કાબુલ ઝવાન શારજાહ

૨૦૧૮

૩૭

જમૈકા તલ્લાવાહ વિરુદ્ધ નેવિસ પૅટ્રિયટ્સ બેસેટેરે

૨૦૧૯

 

IPL ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર 

સિક્સર

મૅચ

વર્ષ

૨૨

હૈદરાબાદ વિરુદ્ધ બૅન્ગલોર

૨૦૨૪

૨૧

બૅન્ગલોર વિરુદ્ધ પુણે

૨૦૧૩

૨૦

બૅન્ગલોર વિરુદ્ધ ગુજરાત

૨૦૧૬

૨૦

દિલ્હી વિરુદ્ધ ગુજરાત

૨૦૧૭

૨૦

હૈદરાબાદ વિરુદ્ધ મુંબઈ

૨૦૨૪

 

IPLમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ સ્કોર

સ્કોર

ટીમ

વિરોધી ટીમ

વર્ષ

૨૮૭/૩

હૈદરાબાદ

બૅન્ગલોર

૨૦૨૪

૨૭૭/૩

હૈદરાબાદ

મુંબઈ

૨૦૨૪

૨૭૨/૭

કલકત્તા

દિલ્હી

૨૦૨૪

૨૬૩/૫

બૅન્ગલોર

પુણે

૨૦૧૩

૨૬૨/૭

બૅન્ગલોર

હૈદરાબાદ

૨૦૨૪

 

Whatsapp-channel Whatsapp-channel

17 April, 2024 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK