રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની મૅચ દરમ્યાન અમ્પાયરને જોઈને કેટલાક લોકો ચોંકી ગયા હતા. ઘણા લોકોને અમ્પાયર સાંઈ દર્શન કુમારનો ચહેરો ડૉલી ચાયવાલા જેવો લાગતાં સોશ્યલ મીડિયા પર લોકો પૂછવા લાગ્યા કે ‘ડૉલી ચાયવાલો ક્યારથી અમ્પાયર બની ગયો?’
સાંઈ દર્શન કુમાર અને ડૉલી ચાયવાલો
તાજેતરમાં જયપુરમાં રમાયેલી રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની મૅચ દરમ્યાન અમ્પાયરને જોઈને કેટલાક લોકો ચોંકી ગયા હતા. ઘણાખરા લોકોને અમ્પાયર સાંઈ દર્શન કુમારનો ચહેરો ડૉલી ચાયવાલા જેવો લાગતાં સોશ્યલ મીડિયા પર લોકો પૂછવા લાગ્યા કે ‘ડૉલી ચાયવાલો ક્યારથી અમ્પાયર બની ગયો?’ સાંઈ દર્શન કુમારનો ફિઝિકલ બાંધો અને પાતળો ચહેરો ડૉલી ચાયવાલા જેવો જ લાગતો હોવાથી આ ભ્રમ પેદા થયો હતો. નાગપુરનો ડૉલી ચાયવાલો તેની ચા સર્વ કરવાની યુનિક સ્ટાઇલને કારણે અને પછી બિલ ગેટ્સને મળ્યા પછી રાતોરાત સ્ટાર બની ગયો છે. એનું સાચું નામ સુનીલ પાટીલ છે.

