IPL 2025: ચેન્નઈ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે સ્વીકાર્યું કે; યુવા ખેલાડીઓને ટીમમાં લાવવા એ ભવિષ્ય માટે સારું રહેશે; એમએસ ધોનીની નિવૃત્તિ વિશે આપ્યું નિવેદન
CSKના ‘કૅપ્ટન કૂલ’ મહેન્દ્ર સિંહ ધોનીની ફાઇલ તસવીર
ઇન્ડિયન પ્રીમિયર લીગ - આઇપીએલ (Indian Premier League – IPL)ની હાલ ચાલી રહેલી સિઝન આઇપીએલ ૨૦૨૫ (IPL 2025)ની પ્લેઑફ રેસ ચાલી રહી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ ટીમોમાંની એક ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings - CSK) આ વખતે IPL પ્લેઓફ (IPL 2025 Playoffs)માં પણ સ્થાન મેળવી શકી નથી. આ કારણે, CSKના ‘કૅપ્ટન કૂલ’ (Captain Cool) મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. ઘણા લોકો માને છે કે આ તેની છેલ્લી IPL હતી અને તે ટૂંક સમયમાં નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. હવે ટીમના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગ (Stephen Fleming)એ આ અંગે મોટું નિવેદન આપ્યું છે.
નવી દિલ્હી (New Delhi)ના અરુણ જેટલી સ્ટેડિયમ (Arun Jaitley Stadium)માં ચેન્નઈ સુપર કિંગ્સ આજે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે રમશે, બંને ટીમો IPL પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે પરંતુ આજે મહેન્દ્ર સિંહ ધોની (MSD)ને જોવા માટે સ્ટેડિયમ હજુ પણ ખીચોખીચ ભરેલું રહેશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે ૭.૩૦ વાગ્યાથી રમાશે. આ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, જ્યારે CSK કોચને એમએસ ધોનીની નિવૃત્તિ (MS Dhoni Retirement) વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, ‘મને ખબર નથી.’
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે IPL 2025 પહેલા, CSK દ્વારા ધોનીને ૪ કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો, તેનો કોન્ટ્રાક્ટ ત્રણ વર્ષનો હતો. જોકે, ધોની આ પહેલા પણ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
IPL 2025માં, ચેન્નઈ સુપર કિંગ્સના ઘણા ખેલાડીઓ ઈજાને કારણે બહાર થઈ ગયા હતા, તેથી તેમને ઘણા યુવા ખેલાડીઓને રિપ્લેસમેન્ટ તરીકે કરારબદ્ધ કરવા પડ્યા હતા. ૧૭ વર્ષીય આયુષ મ્હાત્રે (Ayush Mhatre), ૨૨ વર્ષીય ડેવાલ્ડ બ્રેવિસ (Dewald Brevis) અને ૨૬ વર્ષીય ઉર્વિલ પટેલ (Urvil Patel) જેવા યુવા ખેલાડીઓને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધી રમાયેલી થોડી મેચોમાં તેમણે પ્રભાવિત કર્યા છે. ફ્લેમિંગે કહ્યું કે, ‘તે અનુભવી ખેલાડીઓનો ચાહક છે, પરંતુ તે યુવા ખેલાડીઓને ટીમમાં લાવવા માંગે છે.’
ફ્લેમિંગે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘તેની અસર ચોક્કસપણે સકારાત્મક રહી છે, કારણ કે તે એક પડકારજનક સિઝન રહી છે, પરંતુ અમને ઝડપથી ખ્યાલ આવી ગયો કે અમે ગતિથી પાછળ છીએ. તેથી આ ખેલાડીઓને લાવવામાં સક્ષમ થવું એ ભવિષ્ય માટે ચોક્કસપણે યોગ્ય છે કારણ કે અમે ફરીથી ટીમ બનાવી રહ્યા છીએ અને અમે કેવી રીતે રમીએ છીએ તેની અમારી ફિલસૂફીને ફરીથી વિકસિત કરી રહ્યા છીએ.’
‘મારું માનવું છે કે યુવાનો અને અનુભવનું મિશ્રણ હોવું જોઈએ. હું અનુભવનો ચાહક છું, અનુભવ ટુર્નામેન્ટ જીતે છે. પરંતુ આ દેશમાં યુવાનો અને પ્રતિભા એવી વસ્તુ છે જેને તમે અવગણી શકો નહીં.’, એમ ફ્લેમિંગે પ્રેસ કોન્ફરન્સમાં ઉમેર્યું હતું.
CSK ટીમના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગના આ નિવેદનથી મહેન્દ્ર સિંહ ધોનીના રિટાયરમેન્ટ બાબતે ફરી એકવાર પ્રશ્ન ઉભો થયો છે.

