IPL 2025ની બારમી મૅચમાં કલકત્તાના ૧૧૭ રનના ટાર્ગેટને મુંબઈએ ૧૨.૫ ઓવરમાં માત્ર બે વિકેટના નુકસાન સાથે ચેઝ કર્યો : ડિફેન્ડિંગ ચૅમ્પિયન કલકત્તાએ આ સીઝનનો લોએસ્ટ ૧૧૬ રનનો સ્કોર કર્યો
મૅચ પહેલાં વાનખેડે સ્ટેડિયમમાં ફૅન્સે માણ્યો હતો બૉલીવુડ ઍક્ટ્રેસ અનન્યા પાંડેનો ગ્લૅમરસ પર્ફોર્મન્સ.
IPL 2025ની બારમી મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સે હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં ૮ વિકેટે કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવીને સીઝનમાં પોતાની જીતનું ખાતું ખોલાવ્યું હતું. ડિફેન્ડિંગ ચેમ્પિયન કલકત્તાએ ૧૬.૨ ઓવરમાં ૧૧૬ના સ્કોર પર ઑલઆઉટ થઈને ૧૮મી સીઝનનો સૌથી લોએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. ૧૧૭ રનના ટાર્ગેટને મુંબઈની ટીમે ૧૨.૫ ઓવરમાં બે વિકેટે ૧૨૧ રન ફટકારીને ચેઝ કરી લીધો હતો. ૪૩ બૉલ પહેલાં જીત મેળવીને મુંબઈને વાનખેડેમાં કલકત્તા સામે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.
ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી ડિફેન્ડિંગ ચૅમ્પિયન કલકત્તાની ટીમે ૬.૬ ઓવરમાં ૪૫ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. કલકત્તા માટે ચોથા ક્રમે આવેલા અંગક્રિશ રઘુવંશીએ ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૬ બૉલમાં ૨૬ રનની સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી. ઇમ્પૅક્ટ પ્લેયર મનીષ પાંડે (૧૪ બૉલમાં ૧૯ રન) અને રિન્કુ સિંહે (૧૪ બૉલમાં ૧૭ રન) છઠ્ઠી વિકેટ માટે ૨૯ રનની ભાગીદારી કરી હતી. ઑલરાઉન્ડર રમનદીપ સિંહે એક ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૨ બૉલમાં બાવીસ રનની ઇનિંગ્સ રમીને ટીમને ૧૧૬ રનના સ્કોર સુધી પહોંચાડી હતી.
ADVERTISEMENT
મુંબઈ માટે પહેલી મૅચ રમનાર મીડિયમ ફાસ્ટ બોલર અશ્વની કુમારે (૨૪ રનમાં ચાર વિકેટ) અને ફાસ્ટ બોલર દીપક ચાહર (૧૯ રનમાં બે વિકેટ)ને સૌથી વધુ સફળતા મળી હતી. બીજી મૅચ રમી રહેલા સ્પિનર વિજ્ઞેશ પુથુર, કૅપ્ટન હાર્દિક પંડ્યા, સ્પિનર મિચલ સૅન્ટનર અને ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે પણ ૧-૧ વિકેટ લઈને કલકત્તાના બૅટર્સ પર જબરદસ્ત પ્રહાર કર્યો હતો.
સરળ ટાર્ગેટ સામે મુંબઈના ઓપનર રિયાન રિકેલ્ટને ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ૪૧ બૉલમાં ૬૨ રનની અણનમ તોફાની ઇનિંગ્સ રમી હતી. તેણે રોહિત શર્મા (૧૨ બૉલમાં ૧૩ રન) સાથે ૪૬ રનની ઓપનિંગ, વિલ જૅક્સ (૧૭ બૉલમાં ૧૬ રન) સાથે બીજી વિકેટ માટે ૪૫ રનની અને સૂર્યકુમાર યાદવ (નવ બૉલમાં ૨૭ રન અણનમ) સાથે ત્રીજી વિકેટ માટે ૩૦ રનની પાર્ટનરશિપ કરી હતી. કલકત્તા માટે ઑલરાઉન્ડર આન્દ્રે રસેલ (૩૫ રનમાં બે વિકેટ) જ વિકેટ લઈ શક્યો હતો.
8000
આટલા T20 રન કરનાર પાંચમો ભારતીય બન્યો સૂર્યકુમાર યાદવ.
IPLમાં કોણ કેટલાં પાણીમાં? |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
બૅન્ગલોર |
૨ |
૨ |
૦ |
+૨.૨૬૬ |
૪ |
દિલ્હી |
૨ |
૨ |
૦ |
+૧.૩૨૦ |
૪ |
લખનઉ |
૨ |
૧ |
૧ |
+૦.૯૬૩ |
૨ |
ગુજરાત |
૨ |
૧ |
૧ |
+૦.૬૨૫ |
૨ |
પંજાબ |
૧ |
૧ |
૦ |
+૦.૫૫૦ |
૨ |
મુંબઈ |
૩ |
૧ |
૨ |
+૦.૩૦૯ |
૨ |
ચેન્નઈ |
૩ |
૧ |
૨ |
-૦.૭૭૧ |
૨ |
હૈદરાબાદ |
૩ |
૧ |
૨ |
-૦.૮૭૧ |
૨ |
રાજસ્થાન |
૩ |
૧ |
૨ |
-૧.૧૧૨ |
૨ |
કલકત્તા |
૩ |
૧ |
૨ |
-૧.૪૨૮ |
૨ |
IPL ડેબ્યુ મૅચમાં ચાર વિકેટ લેનાર પહેલો ભારતીય બન્યો અશ્વની કુમાર
પંજાબના મોહાલીમાં જન્મેલા ૨૩ વર્ષના ડાબા હાથના મીડિયમ ફાસ્ટ બોલર અશ્વની કુમારે મુંબઈ માટે IPL ડેબ્યુ મૅચમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર ૩ ઓવરમાં ૨૪ રન આપીને ચાર વિકેટ ઝડપી છે. ૩૦ લાખ રૂપિયામાં મુંબઈની સ્ક્વૉડમાં સામેલ થયેલા આ બોલરે કરોડોની કિંમત ધરાવતા કલકત્તાના કૅપ્ટન અજિંક્ય રહાણે, રિન્કુ સિંહ, મનીષ પાંડે અને આન્દ્રે રસેલની મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. તે IPL ડેબ્યુ મૅચમાં ચાર વિકેટ લેનાર પહેલો ભારતીય બોલર બન્યો છે. તેનું પ્રદર્શન IPL ડેબ્યુ મૅચ મામલે ચોથું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. તેણે પહેલાં જ બૉલ પર અજિંક્ય રહાણેની વિકેટ લઈને ટુર્નામેન્ટમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. માત્ર ચાર ટી૨૦ મૅચનો અનુભવ ધરાવતો આ બોલર ગયા વર્ષે પંજાબ કિંગ્સની સ્ક્વૉડમાં સામેલ હતો, પણ તેને રમવાની તક મળી નહોતી.
10
આટલામો બોલર બન્યો અશ્વની કુમાર IPLની પહેલી જ મૅચમાં પહેલા બૉલે વિકેટ લેનાર.
મેં ફક્ત કેળાં ખાધાં, કારણ કે પ્રેશર હતું એથી મને બહુ ભૂખ લાગી નહોતી. મારા ગામમાં, બધા મને જોઈ રહ્યા હતા. તેઓ ફક્ત મારા ડેબ્યુની રાહ જોઈ રહ્યા હતા.
- મિડ-ઇનિંગ્સ દરમ્યાન અશ્વની કુમાર

