પંજાબ કિંગ્સ પાસે IPL 2026ના મેગા ઑક્શન માટે ૪ પ્લેયર્સના સ્પૉટ સહિત ૧૧.૫૦ કરોડ રૂપિયાનું બજેટ બાકી છે
નેસ વાડિયા
પંજાબ કિંગ્સ પાસે IPL 2026ના મેગા ઑક્શન માટે ૪ પ્લેયર્સના સ્પૉટ સહિત ૧૧.૫૦ કરોડ રૂપિયાનું બજેટ બાકી છે. જોકે ટીમના માલિક નેસ વાડિયા માને છે કે અમે સ્થાયી ટીમ છીએ અને આગામી મિની ઑક્શનમાં અમારે જવાની જરૂર નથી. ગયા વર્ષની રનરઅપ ટીમે સ્ટાર ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ સહિત પાંચ પ્લેયર્સને રિલીઝ કર્યા છે.
નેસ વાડિયાએ કહ્યું હતું કે ‘અમે બધા પ્લેયર્સ સાથે એકતાની સંસ્કૃતિ બનાવવાનો પ્રયાસ કર્યો છે. શ્રેયસ ઐયર અને રિકી પૉન્ટિંગ તરીકે અમારી પાસે સારું સંતુલન અને ઉત્તમ નેતાઓ છે. અમને ખરેખર ઑક્શનમાં જવાની જરૂર નથી. જોકે અમે જોઈશું કે અમારી પાસે પહેલેથી શું છે અને એ કઈ રીતે મજબૂત કરવું.’


