આ ચર્ચા વિશે સાંભળીને નીચું મોઢું કરીને ખડખડાટ હસી પડ્યો હતો વિરાટ કોહલી
વિરાટ કોહલી
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના સોશ્યલ મીડિયા પર વિરાટ કોહલીનો એક રમૂજી વિડિયો શૅર કરવામાં આવ્યો છે. બૅન્ગલોર ટીમનો ઍન્કર આ વિડિયોમાં વિરાટ કોહલીને વિચિત્ર સવાલ પૂછતો જોવા મળ્યો હતો. તેણે પૂછયું હતું કે ‘લોકો એવું કહી રહ્યા છે કે બૅન્ગલોર મૅચ દરમ્યાન ચારને બદલે પાંચ વિદેશી ખેલાડી સાથે રમે છે.’ વિરાટ કોહલી લંડન શિફ્ટ થયો હોવાથી આ ચર્ચામાં તેને પાંચમો વિદેશી ખેલાડી ગણાવવામાં આવી રહ્યો હતો. આ વાત સાંભળીને વિરાટ કોહલી બૂટ સીધા કરવાના બહાને નીચું મોઢું કરીને ખડખડાટ હસી પડ્યો હતો. તેણે હસીને જવાબ આપ્યો કે ‘મને ખબર નથી, તમે મને કેમ પૂછી રહ્યા છો? તેમને પૂછો... વિદેશી ખેલાડીઓ... હું વિદેશી ખેલાડી નથી... શું હું વિદેશી ખેલાડી છું?’ લગભગ ફેબ્રુઆરી ૨૦૨૪થી વિરાટ કોહલી ઇંગ્લૅન્ડના લંડન શહેરમાં શિફ્ટ થયો હતો. તે પોતાનાં બન્ને સંતાન અને પત્ની સાથે ત્યાં જ રહે છે અને મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટના કામકાજ માટે જ ભારત આવે છે.
