Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિજયરથ પર સવાર રાજસ્થાન સામે કમબૅક રીસેટ કરવા ઊતરશે મુંબઈ

વિજયરથ પર સવાર રાજસ્થાન સામે કમબૅક રીસેટ કરવા ઊતરશે મુંબઈ

Published : 07 April, 2026 02:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુવાહાટીમાં મુંબઈ અને રાજસ્થાન પહેલી વખત ટકરાશે, વિજયી શરૂઆત બાદ મુંબઈ દિલ્હી સામે બીજી મૅચ હાર્યું હતું

દિલ્હી કૅપિટલ્સ સામેની છેલ્લી મૅચ ચૂકી ગયેલો મુંબઈનો કૅપ્ટન હાર્દિક પંડ્યા અને પેસ બોલર ટ્રેન્ટ બોલ્ટ ગુવાહાટીમાં પ્રૅક્ટિસ કરતા જોવા મળ્યા હતા. ગુવાહાટીમાં નેટ-પ્રૅક્ટિસ કરતો ડાબોડી બૅટર વૈભવ સૂર્યવંશી.

દિલ્હી કૅપિટલ્સ સામેની છેલ્લી મૅચ ચૂકી ગયેલો મુંબઈનો કૅપ્ટન હાર્દિક પંડ્યા અને પેસ બોલર ટ્રેન્ટ બોલ્ટ ગુવાહાટીમાં પ્રૅક્ટિસ કરતા જોવા મળ્યા હતા. ગુવાહાટીમાં નેટ-પ્રૅક્ટિસ કરતો ડાબોડી બૅટર વૈભવ સૂર્યવંશી.


ગુવાહાટીમાં આજે IPL 2026ની તેરમી મૅચ રાજસ્થાન રૉયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. ચેન્નઈને ૮ વિકેટે અને ગુજરાતને ૬ રને હરાવીને યંગ કૅપ્ટન રિયાન પરાગની ટીમ વિજયરથ પર સવાર છે. મુંબઈએ કલકત્તા સામે ૬ વિકેટની જીત સાથે વિજયી શરૂઆત કર્યા બાદ દિલ્હી સામે એને ૬ વિકેટે હાર મળી હતી. દિલ્હી સામેની મૅચ સ્વસ્થ ન હોવાને કારણે ચૂકી ગયેલો કૅપ્ટન હાર્દિક પંડ્યા પોતાની ટીમના અભિયાનને રીસેટ કરવાની એટલે કે જીતના ટ્રેક પર પાછા ફરવાની આશા સાથે મેદાન પર ઊતરશે. મુંબઈના બોલિંગ-યુનિટને હજી લય મળ્યો નથી. શરૂઆતની બન્ને મૅચમાં ૪-૪ વિકેટ જ મળી છે. આ મૅચનું રિઝલ્ટ મુંબઈના બોલરો રાજસ્થાનના ટોચના બૅટ્સમેનોનો કેટલી અસરકારક રીતે સામનો કરી શકે છે એના પર નિર્ભર રહેશે.

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ 

મૅચ

૩૧

મુંબઈની જીત

૧૬

રાજસ્થાનની જીત

૧૪

નો-રિઝલ્ટ



વૈભવ સૂર્યવંશી, યશસ્વી જાયસવાલ, ધ્રુવ જુરેલ સહિતના બૅટર્સ હાલમાં શાનદાર ફૉર્મમાં છે. રાજસ્થાનનું બોલિંગ-યુનિટ પણ હાલમાં આક્રમક બોલિંગ કરી રહ્યું છે.  બે મૅચમાં આ બોલિંગ-યુનિટ ૧૮ વિકેટ લઈ ચૂક્યું છે. ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં આ બન્ને ટીમ પહેલી વખત ટકરાશે. મુંબઈ ઇન્ડિયન્સ અહીં પહેલી જ વખત રમવા ઊતરશે. રાજસ્થાનની ટીમે અહીં ચેન્નઈ સામેની છેલ્લી બે મૅચની જીત સહિત ૩ વખત વિજયનો સ્વાદ ચાખ્યો છે. ૩ મૅચમાં હાર પણ મળી છે અને એક મૅચ નો-રિઝલ્ટ રહી છે.


ગુવાહાટીમાં કામાખ્યાદેવીના શરણમાં પહોંચ્યા રોહિત શર્મા અને તિલક વર્મા


મુંબઈ ઇન્ડિયન્સની ટીમ હાલમાં રાજસ્થાન રૉયલ્સ સામેની IPL મૅચ રમવા આસામના ગુવાહાટી પહોંચી છે. ગઈ કાલે ટીમના ધુરંધર બૅટર તિલક વર્મા અને અનુભવી બૅટર રોહિત શર્માએ પ્રખ્યાત મા કામાખ્યાદેવી મંદિરની મુલાકાત લીધી હતી. કપાળ પર કંકુ અને ગળામાં ફૂલહાર પહેરીને મંદિરની બહાર આવતા બન્ને પ્લેયર્સની એક ઝલક માટે ક્રિકેટ-ફૅન્સમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

07 April, 2026 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK