Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અમદાવાદમાં મ્યુનિસિપલ ચૂંટણીઓને કારણે ગુજરાત-ચેન્નઈની બે મૅચનાં વેન્યુ ચેન્જ થયાં

અમદાવાદમાં મ્યુનિસિપલ ચૂંટણીઓને કારણે ગુજરાત-ચેન્નઈની બે મૅચનાં વેન્યુ ચેન્જ થયાં

Published : 14 April, 2026 02:52 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પાવરપ્લે તબક્કામાં રન-રેટ પહેલી વાર પ્રતિ ઓવર સરેરાશ ૧૦ કે એથી વધુ રનને પાર સુધી પહોંચી ગયો છે. ઇનિંગ્સની પહેલી ૬ ઓવરમાં એટલે કે પાવરપ્લે ઓવર્સ દરમ્યાન ફીલ્ડિંગ પોઝિશન બૅટ્સમેનોને અનુકૂળ હોય છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ભારતીય ક્રિકેટ બોર્ડે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ના સમયપત્રકમાં ફેરફારની જાહેરાત કરી છે. આ ફેરફાર ૨૬ એપ્રિલે અમદાવાદ અને ગુજરાતના અન્ય ભાગોમાં યોજાનારી મ્યુનિસિપલ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. ૨૬ એપ્રિલે રવિવારે યોજાનારી ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મૅચ અમદાવાદથી ચેન્નઈ ખસેડવામાં આવી છે, જ્યારે ૨૧ મેએ ગુરુવારે યોજાનારી તેમની બીજી મૅચ ચેન્નઈને બદલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાળવવામાં આવી છે.

IPLમાં પાવરપ્લે રન-રેટ પહેલી વાર ૧૦+ થયો



ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પાવરપ્લે તબક્કામાં રન-રેટ પહેલી વાર પ્રતિ ઓવર સરેરાશ ૧૦ કે એથી વધુ રનને પાર સુધી પહોંચી ગયો છે. ઇનિંગ્સની પહેલી ૬ ઓવરમાં એટલે કે પાવરપ્લે ઓવર્સ દરમ્યાન ફીલ્ડિંગ પોઝિશન બૅટ્સમેનોને અનુકૂળ હોય છે. અહેવાલ અનુસાર વર્તમાન સીઝનમાં પાવરપ્લે રન-રેટ એના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર ૧૦.૪૭ રન પ્રતિ ઓવર પર પહોંચ્યો છે. ૨૦૨૦ અને ૨૦૨૧ સીઝનમાં આ દર પ્રતિ ઓવર ૭.૭૧ રન હતો જે ૨૦૨૨માં વધીને ૭.૮૨ અને ૨૦૨૩માં ૮.૪૩ થયો. ૨૦૨૪ સીઝનમાં એ આશ્ચર્યજનક રીતે ૯.૪૯ પર પહોંચી ગયો. ગયા વર્ષે પાવરપ્લે રન-રેટ હાઇએસ્ટ ૯.૬૧ હતો. ખેલાડીઓ પાવરપ્લેમાં જ મહત્તમ રન કરવા મામલે વધુ જાગ્રત બન્યા છે.


પહેલી ૨૦ મૅચમાં જ દેખાઈ ગઈ વિસ્ફોટક સીઝનની ઝલક

IPLની ઓગણીસમી સીઝન સૌથી વિસ્ફોટક અંદાજમાં શરૂ થયેલી સીઝન બની છે. પહેલી ૨૦  મૅચના રેકૉર્ડ મામલે તમામ સીઝન કરતાં આ સીઝનમાં બેસ્ટ રન-રેટ, સૌથી વધુ બાઉન્ડરી અને સૌથી વધુ ૨૦૦+ સ્કોર જોવા મળ્યો છે. છેલ્લી સીઝનમાં પહેલી ૨૦ મૅચમાં હાઇએસ્ટ ૯.૫નો રન-રેટ, ૯૭૪ બાઉન્ડરી અને ૧૧ વખત ૨૦૦+ સ્કોર જોવા મળ્યાં હતાં. વર્તમાન સીઝનની પહેલી ૨૦ મૅચમાં ૧૦+નો રન-રેટ, ૯૯૦ બાઉન્ડરી અને ૨૦ વખત ૨૦૦+ સ્કોર જોવા મળ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK