ભજ્જી અને શ્રીસાન્ત આ વિવાદને ભૂલીને હવે મિત્ર બની ગયા છે
હરભજન સિંહ અને એસ. શ્રીસાન્તની ફાઇલ તસવીર
IPL 2008 દરમ્યાન હરભજન સિંહ અને એસ. શ્રીસાન્ત વચ્ચે થયેલા થપ્પડકાંડની યાદ ફરી તાજી થઈ છે. એક ઇન્ટરવ્યુમાં ફાસ્ટ બોલર શ્રીસાન્તે આ થપ્પડ બાદનાં પોતાના લોકોનાં રીઍક્શન વિશે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું હતું કે ‘ઘણા મલયાલીઓ મને પૂછે છે કે ભજ્જીની થપ્પડ પછી મેં શા માટે વળતો પ્રહાર ન કર્યો. કેટલાકે તો એવું પણ કહ્યું કે મારે તેને જમીન પર પછાડીને મારવો જોઈતો હતો. જો મેં એવું કર્યું હોત તો મને આજીવન પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હોત. એ સમયે કેરલા ક્રિકેટ પાસે એટલી શક્તિ નહોતી.’
ભજ્જી અને શ્રીસાન્ત આ વિવાદને ભૂલીને હવે મિત્ર બની ગયા છે. હાલમાં બન્ને અધુ ધાબી T10 લીગમાં અલગ-અલગ ટીમ માટે રમી રહ્યા છે.
ADVERTISEMENT
ગોવામાં આયોજિત લેજન્ડ્સ પ્રો T20 લીગમાં રમશે શિખર, હરભજન, વૉટ્સન અને સ્ટેન
ગોવામાં આવતા વર્ષે ૨૬ જાન્યુઆરીથી ૪ ફેબ્રુઆરી દરમ્યાન લેજન્ડ્સ પ્રો T20 લીગની પહેલી સીઝન રમાશે. એસ. જી. ગ્રુપ દ્વારા પ્રમોટ કરાયેલી આ લીગમાં છ ફ્રૅન્ચાઇઝી આધારિત ટીમો અને ૯૦ લેજન્ડ્સ ખેલાડીઓ ભાગ લેશે. ઑસ્ટ્રેલિયન ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્કને લીગ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ભૂતપૂર્વ ક્રિકેટર્સ શિખર ધવન, હરભજન સિંહ, ડેલ સ્ટેન અને શેન વૉટ્સન સહિતના પ્લેયર્સ આ લીગમાં ધૂમ મચાવશે.


