ધુરંધર : ધ રિવેન્જ કરતાં પણ લાંબી ૪ કલાક બાવીસ મિનિટ સુધી ચાલી આ મૅચ
બૅન્ગલોરના વિકેટકીપર જિતેશ શર્મા અને કૅપ્ટન રજત પાટીદાર પેસ બોલર રસિક સલામના પગ-ખેંચાણ દરમ્યાન તેને મદદ કરતા જોવા મળ્યા હતા.
વાનખેડે સ્ટેડિયમમાં રવિવારે રાતે રમાયેલી મુંબઈ ઇન્ડિયન્સ સામે ૧૮ રને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ વિજય મેળવ્યો હતો. બૅન્ગલોરે ૪ વિકેટે ૨૪૦ રન ઝૂડી દીધા હતા. જવાબમાં મુંબઈ પાંચ વિકેટે ૨૨૨ રન કરીને હાર્યું હતું. બૅન્ગલોરનો ઓપનર ફિલ સૉલ્ટ ૩૬ બૉલમાં ૭૮ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. વાનખેડેમાં મુંબઈ સામે ફટકારવામાં આવેલો કોઈ પણ હરીફ ટીમનો આ હાઇએસ્ટ સ્કોર હતો. અગાઉ બૅન્ગલોરે જ ૨૦૧૫માં ૨૩૫/૧નો સ્કોર કર્યો હતો. બૅન્ગલોર સામેની રાઇવલરીમાં મુંબઈએ હમણાં સુધીનો પોતાનો હાઇએસ્ટ સ્કોર કર્યો હતો છતાં હારનો સામનો કરવો પડ્યો હતો. વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ સામે ૨૦૧૬થી બૅન્ગલોરને સતત ૬ મૅચમાં હાર મળી હતી. જોકે છેલ્લી બન્ને ટક્કરમાં વિજય સાથે આ ટીમે જબરદસ્ત વાપસી કરી છે. થિયેટરોમાં હાલમાં ધૂમ મચાવી ચૂકેલી લગભગ ૩ કલાક ૪૯ મિનિટની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ના ટાઇમિંગની ભારે ચર્ચા થઈ હતી. જોકે મુંબઈ-બૅન્ગલોરની આ મૅચ રેકૉર્ડ ૪ કલાક બાવીસ મિનિટ સુધી ચાલી હતી. IPL ઇતિહાસમાં વરસાદ સહિતનાં કુદરતી વિઘ્નો અથવા સુપર ઓવર વિના સમયસર શરૂ થયેલી અત્યાર સુધીની આ સૌથી લાંબી IPL મૅચ હતી. આ મૅચમાં રસિક સલામ સહિતના પ્લેયર્સની ઇન્જરી સહિતના બ્રેકને કારણે સમય વેડફાયો હતો.`
IPLમાં હાઇએસ્ટ 23 વખત ૨૦૦+નો ટાર્ગેટ ડિફેન્ડ કરવા મામલે બૅન્ગલોરે ચેન્નઈની બરાબરી કરી.
ADVERTISEMENT
સતત 4 વખત ૨૦૦+નો સ્કોર બે IPL સીઝનમાં કરનાર પહેલી ટીમ બની બૅન્ગલોર.
અગાઉ વાનખેડે સ્ટેડિયમમાં જ
મુંબઈ-પંજાબ વચ્ચે આવી પરિસ્થિતિ સાથેની ૪ કલાક ૧૧ મિનિટની મૅચ રમાઈ હતી. રસપ્રદ વાત એ છે કે સુપર ઓવર સાથેની સૌથી લાંબી IPL મૅચ દુબઈમાં રમાઈ હતી. એમાં મુંબઈ અને પંજાબ વચ્ચેની ટક્કર પાંચ કલાક ૪ મિનિટ સુધી ચાલી હતી, કારણ કે આ મૅચમાં ડબલ સુપર ઓવર રમાઈ હતી અને પંજાબની ટીમ વિજેતા બની હતી.
