વર્તમાન સીઝનમાં ઍન્ડરસને આ જ ટીમ માટે ૬ કાઉન્ટી ચૅમ્પિયનશિપ મૅચમાં ૧૭ વિકેટ અને T20 બ્લાસ્ટ લીગની ૧૧ મૅચમાં ૨૦ વિકેટ ઝડપી હતી. જેમ્સ ઍન્ડરસન ૯૯૧ વિકેટ સાથે ઇંગ્લૅન્ડનો હાઇએસ્ટ વિકેટટેકર છે.
ઍન્ડરસન ૪૪ વર્ષની ઉંમરે ક્રિકેટ-પિચ પર ધમાલ મચાવશે
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસને પોતાની પ્રોફેશનલ ક્રિકેટ-કરીઅરને ૨૬મા વર્ષમાં લંબાવી છે. જેમ્સ ઍન્ડરસને લૅન્કેશર સાથે એક વર્ષના નવા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આવતા વર્ષે તે ૪૪ વર્ષની ઉંમરે કાઉન્ટી ચૅમ્પિયનશિપ અને T20 બ્લાસ્ટ લીગમાં ધૂમ મચાવશે.
વર્તમાન સીઝનમાં ઍન્ડરસને આ જ ટીમ માટે ૬ કાઉન્ટી ચૅમ્પિયનશિપ મૅચમાં ૧૭ વિકેટ અને T20 બ્લાસ્ટ લીગની ૧૧ મૅચમાં ૨૦ વિકેટ ઝડપી હતી. જેમ્સ ઍન્ડરસન ૯૯૧ વિકેટ સાથે ઇંગ્લૅન્ડનો હાઇએસ્ટ વિકેટટેકર છે.