ઝરમર વરસાદ વચ્ચે જેમિમાએ એની સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. જેમિમાને તેના પપ્પા તરફથી તેની ૨૩મી વર્ષગાંઠ પર આ ડૉગી ગિફ્ટ મળ્યો હતો.
જેમિમાએ એની સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું
નવી મુંબઈમાં બંગલાદેશ સામેની અંતિમ ગ્રુપ-સ્ટેજની મૅચ પહેલાં ભારતની સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સે મેદાન પર પોતાના પાળેલા ડૉગી સાથે ધીંગામસ્તી કરી હતી. મુંબઈની ૨૫ વર્ષની આ ક્રિકેટર પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન પોતાના જેડ નામના ડૉગીને ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં લઈને આવી હતી. ઝરમર વરસાદ વચ્ચે જેમિમાએ એની સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. જેમિમાને તેના પપ્પા તરફથી તેની ૨૩મી વર્ષગાંઠ પર આ ડૉગી ગિફ્ટ મળ્યો હતો.
ભારતીય વિમેન્સ ટીમ સાથે આયુષમાન ખુરાનાની મુલાકાત
ADVERTISEMENT

ગઈ કાલે નવી મુંબઈમાં ભારત અને બંગલાદેશ વચ્ચે વર્તમાન વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025ની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ રમાઈ હતી. આ મૅચમાં વરસાદનું વિઘ્ન આવે એ પહેલાં બૉલીવુડ-સ્ટાર આયુષમાન ખુરાના ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર અને ટીમની અન્ય મહિલા પ્લેયર્સને મળ્યો હતો. આયુષમાન ખુરાના ભારતમાં યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફન્ડ (UNICEF)નો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર છે. તે મહિલાઓને સમાન તક આપવાના UNICEFના અભિયાનના ભાગરૂપે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં હાજર રહ્યો હતો. આ મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને બન્ને ટીમને એક-એક પૉઇન્ટ આપવામાં આવ્યો હતો.


