Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કૅપ્ટન બનતાં જ જો રૂટે નાઇટ કરફ્યુને હટાવી દીધો

કૅપ્ટન બનતાં જ જો રૂટે નાઇટ કરફ્યુને હટાવી દીધો

Published : 14 August, 2026 10:49 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડના નવા ટેસ્ટ કૅપ્ટન જો રૂટે ખેલાડીઓ માટેનો મોડી રાત્રે બહાર ન ફરવાનો ‘નાઇટ કરફ્યુ’ નિયમ રદ કર્યો છે. રૂટનું માનવું છે કે ખેલાડીઓએ મેદાનની જેમ મેદાન બહાર પણ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ.

જો રૂટ

જો રૂટ


ઇંગ્લૅડના નવા કૅપ્ટન જો રૂટે સિરીઝ દરમ્યાન ખેલાડીઓને મોડી રાત્રે બહાર ન ફરવાના ‘નાઇટ કરફ્યુ’ને રદ કરી દીધો છે. જૂનમાં ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝ દરમ્યાન ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટોક્સે પોતે આ ‘નાઇટ કરફ્યુ’ને અવગણીને પબમાં જઈને ધમાલ મચાવતાં થયેલા વિવાદને લીધે સસ્પેન્ડ થવું પડ્યું હતું અને આખરે ઇન્ટરનૅશનલ ક્રિકેટને અલવિદા કરી દેવી પડી હતી. સ્ટોક્સની વિદાય બાદ ઇંગ્લૅન્ડે અનુભવી જો રૂટને ફરી ટેસ્ટ-ટીમનો કૅપ્ટન બનાવી દીધો હતો. ઇંગ્લૅન્ડના મૅ‌ને‌જિંગ ડિરેક્ટર રૉબ કીએ ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડની વિન્ટર ટૂર દરમ્યાન મોડી રાતના વિવાદાસ્પદ બનાવો બાદ આ ‘નાઇટ કરફ્યુ’નો નિયમ ખેલાડીઓ પર લાદ્યો હતો. 
એક પૉડકાસ્ટ દરમ્યાન કૅપ્ટન રૂટે આ નિયમને રદ કરવા વિશે કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે એની જરૂર છે. જો તમે ઇચ્છો છો કે ખેલાડીઓ મેદાન પર જવાબદારી લે તો તેમણે મેદાન બહાર પણ પુખ્ત વ્યક્તિ તરીકે વર્તવું પડશે. તેમણે એનું ભાન રાખવું પડશે કે મેદાન બહાર કોઈ વિવાદાસ્પદ પરિસ્થિતિમાં ન મુકાય.’


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2026 10:49 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK