Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અનસોલ્ડ જૉની બેરસ્ટોની ધમાકેદાર વાપસી

અનસોલ્ડ જૉની બેરસ્ટોની ધમાકેદાર વાપસી

Published : 01 June, 2025 09:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ ઇન્ડિયન્સ માટે પહેલી મૅચમાં ૨૦૦+ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરનાર પહેલો પ્લેયર બન્યો : અંબાતી રાયુડુનો ૧૫ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

જૉની બેરસ્ટૉ

જૉની બેરસ્ટૉ


ઇંગ્લૅન્ડના ૩૫ વર્ષના વિકેટકીપર-બૅટર જૉની બેરસ્ટૉએ IPLમાં ધમાકેદાર વાપસી કરી છે. તેણે રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાઈને પહેલી જ મૅચમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી બાવીસ બૉલમાં ૪૭ રન ફટકાર્યા હતા. રોહિત શર્મા સાથે ૮૪ રનની શાનદાર ઓપનિંગ પાર્ટનરશિપ કરનાર બેરસ્ટૉએ મુંબઈ માટે ડેબ્યુ મૅચમાં ૨૦૦ પ્લસના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરવાનો રેકૉર્ડ કર્યો છે.


૨૦૧૦માં મુંબઈ માટે પહેલી IPL મૅચ રમતાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયુડુએ  ૧૬૬.૬૭ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૩૩ બૉલમાં પંચાવન રન ફટકાર્યા હતા. બેરસ્ટૉએ ૨૧૩.૬૪ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને મુંબઈ માટેનો આ હાઇએસ્ટ રેકૉર્ડ તોડ્યો છે. ૨૦૧૯થી ૨૦૨૧ સુધી સનરાઇઝર્સ હૈદરાબાદ, જ્યારે ૨૦૨૨ અને ૨૦૨૪માં પંજાબ કિંગ્સ માટે IPL રમનાર બેરસ્ટૉ મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. ૫.૨૫ કરોડ રૂપિયાનો મુંબઈનો પ્લેયર જૂન ૨૦૨૪ બાદ ઇંગ્લૅન્ડ માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમી શક્યો નથી. 


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2025 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK