Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મેજર લીગ ક્રિકેટની ફાઇનલમાં પહેલી વખત એન્ટ્રી કરી લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સે

મેજર લીગ ક્રિકેટની ફાઇનલમાં પહેલી વખત એન્ટ્રી કરી લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સે

Published : 17 July, 2026 11:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્વૉલિફાયર મૅચમાં સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન્સને ૭ રને હરાવ્યું

કૅપ્ટન જેસન હોલ્ડરની ટીમ લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સના ખેલાડીઓ ફાઇનલમાં પહોંચવાની ઉજવણી કરતા જોવા મળ્યા

કૅપ્ટન જેસન હોલ્ડરની ટીમ લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સના ખેલાડીઓ ફાઇનલમાં પહોંચવાની ઉજવણી કરતા જોવા મળ્યા


અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC) 2026માં ઍક્ટર શાહરુખ ખાનની ટીમ લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સ પહેલી ફાઇનલિસ્ટ બની છે. છેક ચોથી સીઝનમાં આ ટીમે ટૉપ-ફોરમાં સ્થાન મેળવ્યું હતું અને હવે તેઓ પહેલી વખત આ લીગની ફાઇનલ મૅચ રમવા ઊતરશે.

લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સ ૨૦૨૫માં ૧૦માંથી માત્ર બે મૅચ જીતીને તળિયાની ટીમ રહી હતી. ૨૦૨૪માં સાતમાંથી માત્ર બે મૅચ જીતીને પાંચમા ક્રમની ટીમ અને ૨૦૨૩માં પાંચમાંથી માત્ર એક મૅચ જીતીને તળિયાની ટીમ બની હતી.



ગઈ કાલે ક્વૉલિફાયર મૅચમાં કૉલિન મુનરોના ૫૧ રન અને આન્દ્રે રસેલના અણનમ ૬૨ રનની મદદથી લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સે ૧૮૭-૩નો સ્કોર કર્યો હતો. જવાબમાં સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન્સના કૅપ્ટન મૅથ્યુ શૉર્ટના અણનમ ૮૪ રન અને સંજય કૃષ્ણમૂર્તિના ૬૫ રન છતાં ટીમ ૧૮૦-૪નો સ્કોર કરીને હારી હતી.


લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સ માટે પાંચમા ક્રમે રમીને રોવમૅન પૉવેલે ૩૩૩.૩૩ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી હતી. તેણે ૧૫ બૉલમાં બે ફોર અને ૬ સિક્સની મદદથી અણનમ ૫૦ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. 

સતત ત્રીજા વર્ષે નાઇટ રાઇડર્સ માટે ફાઇનલ રમશે આન્દ્રે રસેલ અને સુનીલ નારાયણ


વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ક્રિકેટર્સ આન્દ્રે રસેલ અને સુનીલ નારાયણ સતત ત્રીજા વર્ષે નાઇટ રાઇડર્સ ફ્રૅન્ચાઇઝી માટે T20 લીગની ફાઇનલ રમશે. ૨૦૨૪માં તેઓ કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે IPL ટાઇટલ જીત્યા હતા. ૨૦૨૫માં તેઓ ટ્રિનબૅગો નાઇટ રાઇડર્સ સાથે કૅરિબિયન પ્રીમિયર લીગનું ટાઇટલ જીત્યા હતા. આ વર્ષ તેઓ લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સ સાથે મેજર લીગ ક્રિકેટનું ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે.

કૅરિબિયન ઑલરાઉન્ડર આન્દ્રે રસેલ બન્યો ૬૦૦ T20 મૅચ રમનાર ત્રીજો ક્રિકેટર

હેડ કોચ ડ્વેઇન બ્રાવોએ આન્દ્રે રસેલને ૬૦૦ T20 મૅચ માટે સ્પેશ્યલ જર્સી ગિફ્ટ કરી હતી

૩૮ વર્ષના કૅરિબિયન ઑલરાઉન્ડર આન્દ્રે રસેલે T20 ક્રિકેટમાં વધુ એક સિદ્ધિ મેળવી છે. કાયરન પોલાર્ડ અને સુનીલ નારાયણ બાદ ૬૦૦ T20 મૅચ રમનાર ત્રીજો ક્રિકેટર પણ વેસ્ટ ઇન્ડીઝ તરફથી જ મળ્યો છે. ગઈ કાલે મેજર લીગ ક્રિકેટ 2026માં ક્વૉલિફાયર વન મૅચમાં આન્દ્રે રસેલ લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સ માટે રમીને ૬૦૦ T20 મૅચ રમનાર ત્રીજો ક્રિકેટર બન્યો હતો. કાયરન પોલાર્ડ ૭૪૬ T20 મૅચ અને સુનીલ નારાયણ ૬૦૬ T20 મૅચ રમ્યો છે. આન્દ્રે રસેલ T20 ક્રિકેટમાં ૯૭૭૬ રન કર્યા છે અને તે ૫૨૬ વિકેટ લઈ ચૂક્યો છે.

T20 ક્રિકેટની ફાસ્ટેસ્ટ સેન્ચુરી

2024માં સાહિલ ચૌહાણ

૨૭ બૉલ

2024માં ઉર્વિલ પટેલ

૨૮ બૉલ

2024માં અભિષેક શર્મા

૨૮ બૉલ

2025માં મોહમ્મદ ફહાદ

૨૯ બૉલ

2013માં ક્રિસ ગેઇલ

૩૦ બૉલ

2025માં ઉર્વિલ પટેલ

૩૧ બૉલ

2026માં નિકોલસ પૂરન

૩૧ બૉલ

 

ફ્રૅન્ચાઇઝી T20 ટુર્નામેન્ટમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી

IPL 2023માં ક્રિસ ગેઇલ

૩૦ બૉલ

MLC 2026માં નિકોલસ પૂરન

૩૧ બૉલ

MLC 2025માં ફિન ઍલન

૩૫ બૉલ

IPL 2025માં વૈભવ સૂર્યવંશી

૩૫ બૉલ

PSL 2023માં ઉસ્માન ખાન

૩૫ બૉલ

IPL 2026માં વૈભવ સૂર્યવંશી

૩૬ બૉલ

 

Whatsapp-channel Whatsapp-channel

17 July, 2026 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK