મયંક યાદવે વારંવારની ઇન્જરીઓને કારણે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. છેલ્લી બે IPL સીઝનમાં તે લખનઉ માટે અનુક્રમે બે અને ૪ મૅચ રમી શક્યો હતો. તેને ૨૦૨૫ની સીઝનમાં માત્ર બે વિકેટ મળી હતી.
દેશ માટે રમવાના સ્વપ્નને કારણે મને ઇન્જરીમાંથી કમબૅક કરવાની પ્રેરણા મળી : ફાસ્ટ બોલર મયંક યાદવ
દિલ્હીના ૨૪ વર્ષના ફાસ્ટ બોલર મયંક યાદવે ઝિમ્બાબ્વે સામેની પહેલી મૅચમાં ૧૮ રન આપીને બે વિકેટ લઈ પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. મયંક યાદવ T20 ઇન્ટરનૅશનલમાં મૅચની પહેલા બૉલે વિકેટ લેનાર ત્રીજો ભારતીય બન્યો હતો. તેના પહેલાં અર્શદીપ સિંહે ૨૦૨૪માં અમેરિકા સામે અને ૨૦૨૫માં હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામે આ કમાલ કરી હતી.
ઑક્ટોબર ૨૦૨૪માં તેણે ભારત તરફથી બંગલાદેશ સામેની ત્રણ T20 મૅચની સિરીઝ રમીને ૪ વિકેટ લીધી હતી. ૨૧ મહિના બાદ તેણે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વાપસી કરી હતી.
ADVERTISEMENT
IPL 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી ડેબ્યુ કરીને તેણે ૪ મૅચમાં ૬.૯૮ના ઇકૉનૉમી-રેટથી બોલિંગ કરીને ૭ વિકેટ લીધી હતી. ૧૫૦ પ્લસ કિલોમીટરની ગતિથી બોલિંગ કરવાને કારણે તેને લોઅર બૅક સ્ટ્રેસ ફ્રૅક્ચર અને સ્નાયુઓમાં ખેંચાણ જેવી સમસ્યા વારંવાર થઈ હતી.
મયંક યાદવે વારંવારની ઇન્જરીઓને કારણે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. છેલ્લી બે IPL સીઝનમાં તે લખનઉ માટે અનુક્રમે બે અને ૪ મૅચ રમી શક્યો હતો. તેને ૨૦૨૫ની સીઝનમાં માત્ર બે વિકેટ મળી હતી.
ઇન્જરીના સમયની પોતાની માનસિકતા વિશે વાત કરતાં મયંક યાદવ કહે છે, ‘દેશનું પ્રતિનિધિત્વ કરવાના સ્વપ્નને કારણે કમબૅક કરવાની પ્રેરણા મળી. બે વર્ષનો ગાળો મારા માટે એક વ્યક્તિ તરીકે ખૂબ જ પડકારજનક હતો. હું એ સમયે ફક્ત ૨૨-૨૩ વર્ષનો હતો તેથી એ હંમેશાં મને અસર કરતું હતું કે મને આટલી નાની ઉંમરે આટલી બધી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું. દેશ માટે રમવું એ દરેક ખેલાડીનું બાળપણનું સ્વપ્ન હોય છે.’
