ઇન્ડિયન આર્મીને ટેકો આપવાના સમયે સિદ્ધાંતો વિશે વાત કરતા રાયુડુને સોશ્યલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો
અંબાતી રાયુડુ
ભારત અને પાકિસ્તાનના સંઘર્ષ વચ્ચે ગુરુવારે રાતે ૧૦.૨૩ વાગ્યે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયુડુએ માહાત્મા ગાંધીના વાક્ય ‘An eye for an eye makes the world blind’ને ટ્વીટ કર્યું હતું, જેનો અર્થ થાય છે કે આંખના બદલામાં આંખ (જીવને બદલે જીવ લેવાથી) એ દુનિયાને આંધળી બનાવે છે.
ઇન્ડિયન આર્મીને ટેકો આપવાના સમયે સિદ્ધાંતો વિશે વાત કરતા રાયુડુને સોશ્યલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. લોકોનો આક્રોશ જોઈને તેણે કેટલીક સ્પષ્ટતા કરતાં ૨૪ કલાકમાં ચાર અન્ય ટ્વીટ કરવાં પડ્યાં હતાં. એક ટ્વીટમાં તેણે લખ્યું કે ‘ન્યાય થવો જોઈએ, પરંતુ માનવતાને ભૂલવી ન જોઈએ. જો તમે તમારા દેશને પ્રેમ કરો છો, તો પણ તમારા હૃદયમાં કરુણા હોવી જોઈએ.’

