ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) આગામી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) 2025-’27ની સીઝનની ફાઇનલ મૅચનું આયોજન ભારતમાં કરવાનું વિચારી રહ્યું છે. આ સંદર્ભમાં એક પ્રસ્તાવ પછીથી ઔપચારિક રીતે રજૂ કરવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) આગામી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) 2025-’27ની સીઝનની ફાઇનલ મૅચનું આયોજન ભારતમાં કરવાનું વિચારી રહ્યું છે. આ સંદર્ભમાં એક પ્રસ્તાવ પછીથી ઔપચારિક રીતે રજૂ કરવામાં આવશે. અહેવાલ અનુસાર ગયા મહિને ઝિમ્બાબ્વેમાં ICC ચીફ એક્ઝિક્યુટિવ્સ કમિટીની બેઠક દરમ્યાન આ સંદર્ભમાં ચર્ચા થઈ હતી જેમાં BCCIનું પ્રતિનિધિત્વ ICCના ચૅરમૅન અરુણ ધુમલ દ્વારા કરવામાં આવ્યું હતું. જો ભારત આગામી WTC ફાઇનલમાં પહોંચે છે તો એ ભારતીય ફૅન્સ માટે એક મોટી ઇવેન્ટ બનશે. હમણાં સુધીની ત્રણેય WTC ફાઇનલની યજમાની ઇંગ્લૅન્ડને મળી છે જેમાં સધમ્પ્ટન (૨૦૨૧), ધ ઓવલ (૨૦૨૩) અને લૉર્ડ્સ (૨૦૨૫) જેવા વેન્યુ સામેલ છે.

