મુંબઈ ઇન્ડિયન્સની માલિકીવાળી આ ટીમે છેલ્લી ત્રણ સીઝનમાં ૨૧ જીત અને પાંચ હાર સાથે એક ટાઈ મૅચ રમીને ટુર્નામેન્ટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.
ધ હન્ડ્રેડ 2025 મેન્સ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચમાં ઓવલ ઇન્વિન્સિબલ્સ ૨૬ રને ટ્રેન્ટ રૉકેટ્સને હરાવીને ચૅમ્પિયન
ધ હન્ડ્રેડ 2025 મેન્સ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચમાં ઓવલ ઇન્વિન્સિબલ્સ ૨૬ રને ટ્રેન્ટ રૉકેટ્સને હરાવીને ચૅમ્પિયન બન્યું છે. વર્ષ ૨૦૨૧થી રમાતી વિમેન્સ અને મેન્સ કૅટેગરીની આ ટુર્નામેન્ટમાં પહેલી વખત કોઈ ટીમે ચૅમ્પિયન બનવાની હૅટ-ટ્રિક કરી છે. મુંબઈ ઇન્ડિયન્સની માલિકીવાળી આ ટીમે છેલ્લી ત્રણ સીઝનમાં ૨૧ જીત અને પાંચ હાર સાથે એક ટાઈ મૅચ રમીને ટુર્નામેન્ટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

