અગાઉની ૫૯ ટેસ્ટ-મૅચમાંથી પાકિસ્તાને ૨૩ અને શ્રીલંકાએ ૧૭ મૅચમાં બાજી મારી હતી, ૧૯ ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી.
ટેસ્ટ-સિરીઝની ટ્રોફી સાથે કુસલ મેન્ડિસ અને બાબર આઝમ.
આજથી પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ-મૅચની સિરીઝ શરૂ થશે. પહેલી મૅચ રાવલપિંડીમાં અને બીજી મૅચ ૧૭ નવેમ્બરે લાહોરમાં શરૂ થશે. ૨૦૨૩માં છેલ્લી વખત બન્ને ટીમો વચ્ચે ટેસ્ટ-સિરીઝ રમાઈ હતી.
આ બન્ને ટીમો વચ્ચે બાવીસ ટેસ્ટ-સિરીઝ રમાઈ છે. એમાંથી છેલ્લી સહિત ૧૦ સિરીઝમાં પાકિસ્તાન વિજેતા રહ્યું છે. શ્રીલંકા માત્ર ૬ સિરીઝ જીત્યું છે, એણે છેલ્લી સિરીઝ ૨૦૧૭-’૧૮માં જીતી હતી. બન્ને ટીમોની ૬ સિરીઝ ડ્રૉ રહી છે.
પાકિસ્તાનમાં શ્રીલંકન ટીમ ૮ ટેસ્ટ-સિરીઝ રમી છે અને માત્ર ૧૯૯૫ અને ૨૦૦૦ની ટેસ્ટ-સિરીઝ જીતી હતી, ૪ સિરીઝમાં પાકિસ્તાન વિજેતા બન્યું અને બે ટેસ્ટ-સિરીઝ ડ્રૉ રહી હતી.
આજથી બન્ને વચ્ચે ૬૦મી ટેસ્ટ-મૅચ રમાશે. અગાઉની ૫૯ ટેસ્ટ-મૅચમાંથી પાકિસ્તાને ૨૩ અને શ્રીલંકાએ ૧૭ મૅચમાં બાજી મારી હતી, ૧૯ ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી.
