પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ટેસ્ટ-સિરીઝ માટે ૧૭ સભ્યોની સ્ક્વૉડની જાહેરાત કરી દીધી છે
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાન અને બંગલાદેશ વચ્ચે ૨૧ ઑગસ્ટથી ૩ સપ્ટેમ્બર વચ્ચે બે મૅચની ટેસ્ટ-સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે, પણ ગૃહયુદ્ધ અને હિંસાના માહોલ વચ્ચે બંગલાદેશની ટીમ પાકિસ્તાનના પ્રવાશે જશે કે નહીં એ હજી સ્પષ્ટ નથી. આ બધા વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ટેસ્ટ-સિરીઝ માટે ૧૭ સભ્યોની સ્ક્વૉડની જાહેરાત કરી દીધી છે.
આ સિરીઝ માટે સિનિયર ખેલાડીઓ બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને શાહીન શાહ આફ્રિદીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જૂનમાં T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનને કારણે આ ત્રણેયના રમવા પર સવાલો ઊઠી રહ્યા હતા.
ADVERTISEMENT
શાન મસૂદ પાકિસ્તાનની ટેસ્ટટીમનું નેતૃત્વ કરશે, જ્યારે સઈદ શકીલને ટીમનો વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે.