આ ફૉર્મેટમાં વેસ્ટ ઇન્ડીઝ સામે એપ્રિલ ૨૦૧૭થી અપરાજિત છે પાકિસ્તાન
શાઇ હોપ અને સલમાન અલી આગા
આજે પાકિસ્તાની ટીમની વેસ્ટ ઇન્ડીઝ ટૂર શરૂ થઈ રહી છે. એકથી ૧૨ ઑગસ્ટ દરમ્યાન બન્ને ટીમ વચ્ચે ૩-૩ મૅચની T20 અને વન-ડે સિરીઝ રમાશે. આજથી શરૂ થઈ રહેલી T20 સિરીઝની ત્રણેય મૅચ ભારતીય સમય અનુસાર વહેલી સવારે ૫.૩૦ વાગ્યાથી ફેનકૉડ ઍપ પર જોઈ શકાશે.
બન્ને ટીમ વચ્ચે ૨૦૧૧થી છ T20 સિરીઝ રમાઈ છે. એ તમામ સિરીઝ પાકિસ્તાને જ જીતી છે. કૅરિબિયન ટીમે એપ્રિલ ૨૦૧૭માં છેલ્લી વાર પાકિસ્તાન સામે T20માં જીત નોંધાવી હતી. છેલ્લે ૧૧ T૨૦ મૅચથી પાકિસ્તાન યજમાન ટીમ સામે અજેય છે જેમાં ત્રણ નો-રિઝલ્ટ મૅચ પણ સામેલ છે. બન્ને ટીમ વચ્ચે ડિસેમ્બર ૨૦૨૧ બાદ પહેલી વાર આ ફૉર્મેટની મૅચ રમાશે.
ADVERTISEMENT
બન્ને ટીમ આ સિરીઝથી જોરદાર વાપસી કરવાની આશા રાખશે. છેલ્લે વેસ્ટ ઇન્ડીઝે પાંચ મૅચની સિરીઝમાં ઑસ્ટ્રેલિયા સામે અને પાકિસ્તાને ત્રણ મૅચની સિરીઝમાં બંગલાદેશ સામે કારમી હારનો સામનો કર્યો હતો.
T20 હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૨૧ |
પાકિસ્તાનની જીત |
૧૫ |
વેસ્ટ ઇન્ડીઝની જીત |
૩ |
નો રિઝલ્ટ |
૩ |

