બુધવારે ઑસ્ટ્રેલિયા સામેની આયરલૅન્ડની ૬૭ રનની હાર દરમ્યાન કૅચ લેતી વખતે સ્ટર્લિંગને જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી અને બૅટિંગ સમયે આ ઇન્જરીને કારણે તે રિટાયર્ડ આઉટ થયો હતો.
આયરલૅન્ડનો કૅપ્ટન પૉલ સ્ટર્લિંગ T20 વર્લ્ડ કપમાંથી આઉટ
T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ ૧૬૩ મૅચ રમનાર આયરલૅન્ડનો કૅપ્ટન પૉલ સ્ટર્લિંગ વર્તમાન T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. બુધવારે ઑસ્ટ્રેલિયા સામેની આયરલૅન્ડની ૬૭ રનની હાર દરમ્યાન કૅચ લેતી વખતે સ્ટર્લિંગને જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી અને બૅટિંગ સમયે આ ઇન્જરીને કારણે તે રિટાયર્ડ આઉટ થયો હતો.
હિત શર્મા અને શાકિબ અલ હસનની જેમ સૌથી વધુ ૯ T20 વર્લ્ડ કપનો ભાગ બનનાર પૉલ સ્ટર્લિંગ ઘૂંટણમાં લિગામેન્ટના નુકસાનને કારણે ટીમમાંથી બહાર થયો છે. ૨૦ વર્ષના અનકૅપ્ડ બૅટર સૅમ ટૉપિંગને સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યો છે. પૉલ સ્ટર્લિંગના સ્થાને વાઇસ કૅપ્ટન લોર્કન ટકર ટીમની કમાન સંભાળશે. ૨૯ વર્ષનો આ વિકેટકીપર-બૅટર ૯૦ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમવાનો અનુભવ ધરાવે છે.


