ટીમના સમર્પણને માન આપીને પવન કલ્યાણે પોતાના ફાઉન્ડેશન તરફથી દરેક ચૅમ્પિયન પ્લેયરને પાંચ લાખ રૂપિયાનું કૅશ પ્રાઇઝ આપ્યું હતું. સામાન્ય રીતે વિવિધ રાજ્યના મુખ્ય પ્રધાન સરકારી ફન્ડમાંથી આવા ચૅમ્પિયન પ્લેયર્સને સન્માનિત કરે છે.
પવન કલ્યાણે ફાઉન્ડેશનના ફન્ડમાંથી બ્લાઇન્ડ ચૅમ્પિયન ટીમને કૅશ પ્રાઇઝ આપ્યું
આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણ ગઈ કાલે વિજયવાડામાં ભારતીય વિમેન્સ બ્લાઇન્ડ ક્રિકેટ ટીમને મળ્યા હતા. પ્લેયર્સ સાથેની વાતચીત બાદ પવન કલ્યાણે પરંપરાગત શાલ અને સ્મૃતિભેટ આપીને તેમને સન્માનિત કરી હતી. ટીમના સમર્પણને માન આપીને પવન કલ્યાણે પોતાના ફાઉન્ડેશન તરફથી દરેક ચૅમ્પિયન પ્લેયરને પાંચ લાખ રૂપિયાનું કૅશ પ્રાઇઝ આપ્યું હતું. સામાન્ય રીતે વિવિધ રાજ્યના મુખ્ય પ્રધાન સરકારી ફન્ડમાંથી આવા ચૅમ્પિયન પ્લેયર્સને સન્માનિત કરે છે.


