આ બન્ને સ્ટૅન્ડનું અનાવરણ ૧૧ ડિસેમ્બરે ભારત-સાઉથ આફ્રિકાની ચોથી T20 મૅચ દરમ્યાન થશે
વર્લ્ડ કપ માટેની એક ICC ઇવેન્ટનો યુવરાજ સિંહ અને હરમનપ્રીત કૌરનો ફાઇલ ફોટો
પંજાબ ક્રિકેટ અસોસિએશન મુલ્લાંપુરના મહારાજા યાદવીન્દ્ર સિંહ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન હરમનપ્રીત કૌર સાથે બે વખતના વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન યુવરાજ સિંહના નામે પણ સ્ટૅન્ડ તૈયાર થશે.
આ બન્ને સ્ટૅન્ડનું અનાવરણ ૧૧ ડિસેમ્બરે ભારત-સાઉથ આફ્રિકાની ચોથી T20 મૅચ દરમ્યાન થશે. આ ઇવેન્ટ દરમ્યાન વર્લ્ડ કપ વિજેતા બનવા બદલ હરમનપ્રીત કૌર અને ફાસ્ટ બોલર અમનજોત કૌરને પણ સન્માનિત કરવામાં આવશે.
ADVERTISEMENT
હરમનપ્રીત કૌર બની પંજાબ નૅશનલ બૅન્કની પહેલી મહિલા બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર

બૅન્કના અધિકારીઓ પાસેથી બ્રૅન્ડ-ઍમ્બૅસૅડરનો કરાર સ્વીકારતી હરમનપ્રીત કૌર
ભારતની અગ્રણી પંજાબ નૅશનલ બૅન્ક દ્વારા ભારતીય મહિલા ક્રિકેટ કૅપ્ટન અને વર્લ્ડ કપ ચૅમ્પિયન હરમનપ્રીત કૌરને બૅન્કની પ્રથમ મહિલા બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત બૅન્કની કૉર્પોરેટ ઑફિસ ખાતે બૅન્કિંગ ઑન ચૅમ્પિયન્સ થીમ હેઠળ એક ભવ્ય સમારોહમાં કરવામાં આવી હતી. બૅન્કના અધિકારીઓએ હરમનપ્રીત કૌરને બ્રૅન્ડ-ઍમ્બૅસૅડરના કરાર સાથે સ્પેશ્યલ જર્સી અને બૅટ ભેટ આપ્યાં હતાં.


