Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એશિયા કપ પછી એશિયન ગેમ્સમાં પણ ઇન્જર્ડ જેમિમા રૉ‌ડ્રિગ્સનું સ્થાન લેશે પ્રતીકા રાવલ

એશિયા કપ પછી એશિયન ગેમ્સમાં પણ ઇન્જર્ડ જેમિમા રૉ‌ડ્રિગ્સનું સ્થાન લેશે પ્રતીકા રાવલ

Published : 11 September, 2026 08:35 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇજાગ્રસ્ત જેમિમા રૉડ્રિગ્સની જગ્યાએ પ્રતીકા રાવલ એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય મહિલા ટીમમાં સામેલ થઈ છે. એશિયા કપમાં T20I ડેબ્યૂ કરનાર પ્રતીકા જપાન સામે ક્વૉર્ટર-ફાઇનલ રમશે.

જેમિમા રૉડ્રિગ્સ અને પ્રતીકા રાવલ

જેમિમા રૉડ્રિગ્સ અને પ્રતીકા રાવલ


ભારતની ટૉપ-ઑર્ડર બૅટર પ્રતીકા રાવલ એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય મહિલા ટીમમાં ઇન્જર્ડ જેમિમા રૉડ્રિગ્સની જગ્યા લેશે. ઑગસ્ટમાં ઇંગ્લૅન્ડમાં ધ હન્ડ્રેડમાં રમતી વખતે હૅમસ્ટ્રિંગમાં ઇન્જરી થઈ ત્યારથી જેમિમાને સાઇડલાઇન કરવામાં આવી છે.
પ્રતીકા રાવલ હાલમાં ચાલી રહેલા એશિયા કપમાં પણ જેમિમા રૉડ્રિગ્સના રિપ્લેસમેન્ટ તરીકે T20 ટીમમાં આવી હતી. તેણે આ દરમ્યાન પોતાનું T20 ઇન્ટરનૅશનલ ડેબ્યુ પણ કર્યું. 
એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા ટીમ ૧૮ સપ્ટેમ્બરે જપાન સામે સીધી ક્વૉર્ટર-ફાઇનલમાં ટકરાશે. ૨૦ સપ્ટેમ્બરે સેમી-ફાઇનલ અને ૨૨ સપ્ટેમ્બરે ફાઇનલ મૅચ રમાશે. ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ આ ઇવેન્ટમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે રમશે. 


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2026 08:35 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK