બૅન્ગલોરના ૨૨૩ રનના ટાર્ગેટ સામે ૮ વિકેટે ૧૯૯ રન કરીને ૨૩ રને હાર્યું પંજાબઃ સતત છઠ્ઠી હારને કારણે શ્રેયસ ઍન્ડ કંપનીની પ્લે-ઑફની આશા બની ધૂંધળી
વેન્કટેશ ઐયર ૪૦ બૉલમાં ૮ ફોર અને ચાર સિક્સની મદદથી અણનમ ૭૩ રન કરી પ્લેયર ઑફ ધ મૅચ બન્યો.
ધરમશાલામાં ગઈ કાલે બપોરની મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ હોમ-ટીમ પંજાબ કિંગ્સ સામે ૨૩ રને જીત મેળવી હતી. પંજાબ સામેની છેલ્લી ૮ મૅચમાં સાતમી જીત નોંધાવીને બૅન્ગલોર આ સીઝનમાં પ્લે-ઑફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. વિરાટ કોહલીની ફિફટી અને વેન્કટેશ ઐયરના ૭૩ રનની મદદથી બૅન્ગલોરે ૪ વિકેટે ૨૨૨ રન કર્યા હતા. જવાબમાં પંજાબ શશાંક સિંહની ફિફ્ટીની મદદથી ૮ વિકેટે ૧૯૯ રન કરીને હારી ગયું હતું. પહેલી ૭ મૅચમાં અજેય રહ્યા બાદ સતત છઠ્ઠી મૅચ હારનાર પંજાબની પ્લે-ઑફની આશા ધૂંધળી બની છે. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર બૅન્ગલોરના ઓપનર વિરાટ કોહલીએ ૩૭ બૉલમાં ૪ ફોર અને ૩ સિક્સ ફટકારીને ૫૮ રન કરીને મજબૂત શરૂઆત અપાવી હતી. ચોથા ક્રમે રમવા આવેલા વેન્કટેશ ઐયરે ૪૦ બૉલમાં ૮ ફોર અને ૪ સિક્સની મદદથી અણનમ ૭૩ રન કરીને ટીમનો સ્કોર ૨૦૦ રનની પાર પહોંચાડ્યો હતો. ત્રીજા ક્રમના બૅટર દેવદત્ત પડિક્કલે ૨૫ બૉલમાં ૪૫ રનનું યોગદાન આપ્યું હતું. ટિમ ડેવિડે પણ ૧૨ બૉલમાં ૨૮ રન ઝૂડી નાખ્યા હતા. પંજાબ માટે હરપ્રીત બ્રારે ૪ ઓવરમાં ૩૫ રન આપીને બે વિકેટ લીધી હતી.
|
સૌથી વધુ ૨૦૦+ રનના સ્કોરવાળી IPL સીઝન |
|
|
૨૦૨૬ |
૫૩ વખત |
|
૨૦૨૫ |
૫૨ વખત |
|
૨૦૨૪ |
૪૧ વખત |
|
૨૦૨૩ |
૩૭ વખત |
|
૨૦૨૨ |
૧૮ વખત |
ADVERTISEMENT
અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલને ૧-૧ સફળતા મળી હતી. રન-ચેઝ દરમ્યાન પંજાબે ૩.૨ ઓવરમાં ૧૯ રનના સ્કોરે બન્ને ઓપનર્સ સહિત કૅપ્ટન શ્રેયસ ઐયરની મહત્ત્વની વિકેટ ગુમાવી દીધી હતી. કૂપર કૉનોલીએ ૨૨ બૉલમાં ૩૭ રન, સૂર્યાંશ શેડગેએ ૨૨ બૉલમાં ૩૫ રન અને માર્કસ સ્ટૉઇનિસે ૨૫ બૉલમાં ૩૭ રન કરીને ટીમને સન્માનજનક સ્કોર અપાવ્યો હતો. શશાંક સિંહે ૪ ફોર અને ૪ સિક્સની મદદથી ૨૭ બૉલમાં ૫૬ રન કરીે પંજાબને જીતની નજીક લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. બૅન્ગલોર માટે યંગ ફાસ્ટ બોલર રસિક સલામ દારે ૩૬ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમારને બે સફળતા મળી હતી. અન્ય ત્રણ બોલર્સને એક-એક સફળતા મળી હતી.
32 હાઇએસ્ટ સિક્સ પોતાની પહેલી IPL સીઝનમાં ફટકારનાર બૅટર બન્યો કૂપર કૉનોલી. સનથ જયસૂર્યાનો ૨૦૦૮નો ૩૧ સિક્સનો રેકૉર્ડ તોડ્યો.
