Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટીમ ઇન્ડિયાએ ન્યુ ઝીલૅન્ડ સામે એક વર્ષમાં સૌથી વધુ મૅચ જીતવાનો ઑસ્ટ્રેલિયાનો ૨૧ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

ટીમ ઇન્ડિયાએ ન્યુ ઝીલૅન્ડ સામે એક વર્ષમાં સૌથી વધુ મૅચ જીતવાનો ઑસ્ટ્રેલિયાનો ૨૧ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

Published : 09 November, 2026 02:21 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વર્ષે ભારતીય ટીમે ન્યુ ઝીલૅન્ડ સામે ૧૧ ઇન્ટરનૅશનલ મૅચ જીતી

ભારતીય ટીમે યજમાન ન્યુ ઝીલૅન્ડ સામે મોટો રેકૉર્ડ બનાવ્યો

ભારતીય ટીમે યજમાન ન્યુ ઝીલૅન્ડ સામે મોટો રેકૉર્ડ બનાવ્યો


પાંચ વન-ડે મૅચની સિરીઝમાં ૨-૦થી લીડ મેળવીને ભારતીય ટીમે યજમાન ન્યુ ઝીલૅન્ડ સામે મોટો રેકૉર્ડ બનાવ્યો છે. ભારતીય ટીમે એક કૅલેન્ડર યરમાં ન્યુ ઝીલૅન્ડ સામે સૌથી વધુ ૧૧ મૅચ જીતવાનો નવો રેકૉર્ડ બનાવ્યો છે. ૨૦૦૫માં રિકી પૉન્ટિંગની આગેવાની હેઠળની ઑસ્ટ્રેલિયન ટીમે કિવીઓ સામે ૧૦ ઇન્ટરનૅશનલ મૅચ જીતી હતી. 
૨૦૨૬માં ન્યુ ઝીલૅન્ડ સામે ભારત ૧૬ ઇન્ટરનૅશનલ મૅચોમાંથી ૧૧માં જીત્યું છે. ન્યુ ઝીલૅન્ડ સામે આ વર્ષે ભારતે પાંચ વન-ડે મૅચમાંથી ત્રણ મૅચ અને ૧૧ T20 મૅચોમાંથી ૮ મૅચોમાં જીત નોંધાવી છે. 
ન્યુ ઝીલૅન્ડ છેલ્લે ઘરઆંગણે બૅક-ટુ-બૅક વન-ડે મૅચ ૨૦૧૯માં ભારત સામે જ હાર્યું હતું. એ જ સમયે ન્યુ ઝીલૅન્ડને ઘરઆંગણાની સિરીઝમાં છેલ્લી હાર મળી હતી.

રોહિત શર્માએ શાહિદ આફ્રિદીનો ૧૧ વર્ષ જૂનો કયો રેકૉર્ડ તોડ્યો?



ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી વન-ડે મૅચમાં રોહિત શર્માએ ૨૮ બૉલમાં બે-બે ફોર અને સિક્સની મદદથી ૨૩ રન કર્યા હતા. બે સિક્સ ફટકારીને રોહિતે પાકિસ્તાનના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શાહિદ આફ્રિદીનો ૧૧ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. રોહિત ન્યુ ઝીલૅન્ડ સામે વન-ડેમાં સૌથી વધુ ૫૧ સિક્સ ફટકારનાર બૅટર બની ગયો છે. તેણે કિવીઓ સામે ૩૬ મૅચમાં ૧૧૫૭ રન કર્યા, એમાં  ૫૧ સિક્સ ફટકારી હતી. આફ્રિદીએ ૨૦૧૫ સુધી ૩૮ વન-ડે મૅચમાં ૫૦ સિક્સની મદદથી ૧૦૭૮ રન કર્યા હતા.


ન્યુ ઝીલૅન્ડ સામે વન-ડે બૅટર તરીકે રિકી પૉન્ટિંગની ૧૬ વર્ષની બાદશાહતનો અંત કર્યો વિરાટ કોહલીએ

વિરાટ કોહલી ન્યુ ઝીલૅન્ડ સામે બીજી વન-ડે મૅચમાં ૭ બૉલમાં એક ફોરની મદદથી ૭ રનનું જ યોગદાન આપી શક્યો હતો. જોકે તે હવે ન્યુ ઝીલૅન્ડ સામે સૌથી વધુ વન-ડે રન કરનાર બૅટર બની ગયો છે. વિરાટ કોહલીએ આ હરીફ સામે રમેલી ૩૮ વન-ડે મૅચમાં ૭ સદીની મદદથી ૧૯૭૮ રન કર્યા છે. રિકી પૉન્ટિંગે ૨૦૧૧ સુધીમાં ૫૧ વન-ડે મૅચમાં ૬ સેન્ચુરીના સહારે ૧૯૭૧ રન કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 02:21 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK