આજથી ૮ જાન્યુઆરી સુધી વિજય હઝારે ટ્રોફીમાં દરેક ટીમ પાંચ ગ્રુપ-સ્ટેજ મૅચ રમશે. રોહિત અને વિરાટની ઘરવાપસી સાથે એ વાત સ્પષ્ટ થઈ છે કે તેઓ બાકીની મૅચમાં જોવા નહીં મળે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી
શુક્રવારે મોડી રાતે મુંબઈ ઍરપોર્ટ પર રોહિત શર્મા અને વિરાટ કોહલી મીડિયાના ફોટોગ્રાફર્સના કૅમેરામાં કેદ થયા હતા. વિજય હઝારે ટ્રોફીની બે-બે મૅચ રમવા રોહિત શર્મા જયપુર અને વિરાટ કોહલી બૅન્ગલોર ગયો હતો. રોહિત શર્માએ મુંબઈને અને વિરાટ કોહલીએ દિલ્હી માટે સદી ફટકારીને વિજયી શરૂઆત અપાવી હતી.
આજથી ૮ જાન્યુઆરી સુધી વિજય હઝારે ટ્રોફીમાં દરેક ટીમ પાંચ ગ્રુપ-સ્ટેજ મૅચ રમશે. રોહિત અને વિરાટની ઘરવાપસી સાથે એ વાત સ્પષ્ટ થઈ છે કે તેઓ બાકીની મૅચમાં જોવા નહીં મળે. બન્ને પ્લેયર્સ હવે ૧૧થી ૧૮ જાન્યુઆરી વચ્ચે ન્યુ ઝીલૅન્ડ સામેની ૩ વન-ડે મૅચની સિરીઝમાં રમતા જોવા મળશે.


