મુંબઈ પરત ફર્યા બાદ રોહિત શર્માએ ફરી ટ્રેઇનિંગ શરૂ કરી દીધી છે. મુંબઈ ક્રિકેટ અસોસિએશનની BKC ફૅસિલિટીમાં રોહિત શર્મા ધવલ કુલકર્ણી જેવા પોતાના મિત્રો અને ટ્રેઇનર્સ સાથે રનિંગ કરતો જોવા મળ્યો હતો.
વેકેશન માણીને આવેલા રોહિત શર્માએ ટ્રેઇનિંગ શરૂ કરી
૩૯ વર્ષના રોહિત શર્માએ હાલમાં ઇંગ્લૅન્ડમાં વન-ડે સિરીઝ રમીને લાંબા સમય સુધી ફૅમિલી સાથે વેકેશન માણ્યું હતું. જોકે મુંબઈ પરત ફર્યા બાદ રોહિત શર્માએ ફરી ટ્રેઇનિંગ શરૂ કરી દીધી છે.
મુંબઈ ક્રિકેટ અસોસિએશનની BKC ફૅસિલિટીમાં રોહિત શર્મા ધવલ કુલકર્ણી જેવા પોતાના મિત્રો અને ટ્રેઇનર્સ સાથે રનિંગ કરતો જોવા મળ્યો હતો. આ ટ્રેઇનિંગ દરમ્યાનના ફોટો શૅર કરીને રોહિત શર્માએ કૅપ્શનમાં લખ્યું કે ‘Gang’s in, काम शुरू’. સપ્ટેમ્બરના અંતમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ ભારતમાં વન-ડે સિરીઝ રમવા આવશે ત્યારે રોહિત શર્મા ફરી ભારતીય જર્સીમાં રમતો જોવા મળશે.
