Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સેન્ચુરી પછી બાળકની જેમ ઊછળનાર રોહિતે આ ઉજવણીનો અર્થ જણાવવાનો ઇનકાર કર્યો

સેન્ચુરી પછી બાળકની જેમ ઊછળનાર રોહિતે આ ઉજવણીનો અર્થ જણાવવાનો ઇનકાર કર્યો

Published : 02 October, 2026 07:51 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં રોહિત શર્માએ ઓવરઑલ બાવનમી સદી ફટકારી છે. વન-ડે ક્રિકેટમાં ૩૫ સદી કરનાર રોહિત શર્મા ભારત માટે T20 ક્રિકેટમાં પાંચ સદી અને ટેસ્ટ-ક્રિકેટમાં ૧૨ સદી ફટકારી ચૂક્યો છે.

સેન્ચુરી પછી બાળકની જેમ ઊછળનાર રોહિતે આ ઉજવણીનો અર્થ જણાવવાનો ઇનકાર કર્યો

સેન્ચુરી પછી બાળકની જેમ ઊછળનાર રોહિતે આ ઉજવણીનો અર્થ જણાવવાનો ઇનકાર કર્યો

ગુવાહાટીમાં વેસ્ટ ઇન્ડીઝ સામે સેન્ચુરી ફટકાર્યા પછી ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્માએ બાળકની જેમ દોડીને અને ઊછળીને ઉજવણી કરી હતી. રોહિત શર્માને આ ઉજવણી પાછળના અર્થ વિશે પૂછવામાં આવતાં તેણે કહ્યું, ‘હું પોતાની આ ઉજવણીનો અર્થ શૅર નહીં કરું. કેટલીક બાબતો તમારી પાસે જ રહેવી જોઈએ અને કોઈની સાથે શૅર ન કરવી જોઈએ. તેથી એ ઉજવણી ફક્ત મારા માટે હતી.’
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં રોહિત શર્માએ ઓવરઑલ બાવનમી સદી ફટકારી છે. વન-ડે ક્રિકેટમાં ૩૫ સદી કરનાર રોહિત શર્મા ભારત માટે T20 ક્રિકેટમાં પાંચ સદી અને ટેસ્ટ-ક્રિકેટમાં ૧૨ સદી ફટકારી ચૂક્યો છે.

આ રેકૉર્ડ કર્યા રોહિત શર્માએ

રોહિત શર્માએ કૅપ્ટન શુભમન ગિલ સાથે ૨૫૫ રનની ભાગીદારી કરી હતી, જે ભારત માટે વન-ડેમાં બીજી હાઇએસ્ટ ઓપનિંગ પાર્ટનરશિપ હતી. આ લિસ્ટમાં પહેલા ક્રમે સચિન તેન્ડુલકર અને સૌરવ ગાંગુલીની ૨૫૮ રનની ભાગીદારી છે. વન-ડેમાં રન-ચેઝ દરમ્યાન ભારત માટે કોઈ પણ વિકેટ માટે ૨૫૫ રન એ સૌથી મોટી પાર્ટનરશિપ છે.
રોહિત શર્મા વન-ડે ફૉર્મેટમાં ૧૨ હજાર રન પૂરા કરનાર સાતમો ખેલાડી બન્યો. ૨૮૨  ઇનિંગ્સમાં તે ૧૨ હજાર રન પૂરા કરનાર બીજો ફાસ્ટેસ્ટ બૅટર બન્યો. વિરાટ કોહલી હાલમાં ૨૪૨ ઇનિંગ્સમાં ફાસ્ટેસ્ટ ૧૨ હજાર રન ફટકારનાર ખેલાડી છે. 

Whatsapp-channel Whatsapp-channel

02 October, 2026 07:51 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK