ગુજરાત-બૅન્ગલોરની ટક્કર સાથે આજે બરોડાના કોટંબી સ્ટેડિયમમાં WPL 2026નો બીજો તબક્કો શરૂ થશે. પાંચ ફેબ્રુઆરીએ આ જ સ્ટેડિયમમાં ફાઇનલ મૅચ રમાશે.
દિલ્હીની કૅપ્ટન જેમિમા રૉડ્રિગ્સ
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ના પહેલા તબક્કામાં તમામ પડકારોને માત આપીને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) ટૉપ પર રહી હતી. પહેલી વખત સ્મૃતિ માન્ધનાની આ ટીમે સીઝનની શરૂઆત સતત ૪ જીત સાથે કરી હતી. ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ ૩ દિવસમાં બે વખત યુપી વૉરિયર્ઝ સામે હારીને બીજા ક્રમે રહી છે.
ઍશ્લી ગાર્ડનરના નેતૃત્વમાં ગુજરાત જાયન્ટ્સનો પહેલો તબક્કો મિશ્રિત રહ્યો. આ ટીમને બે જીત અને બે હારનો સામનો કરવો પડ્યો છે. ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન મેગ લૅનિંગને પોતાની નવી ટીમ યુપી વૉરિયર્ઝને જીતના ટ્રૅક પર પાછી લાવવામાં સમય લાગ્યો જ્યારે જેમિમા રૉડ્રિગ્સ કૅપ્ટન તરીકે પોતાની ટીમને આગળ લઈ જવામાં મુશ્કેલીનો સામનો કરી રહી છે. ૩ વખતની રનર-અપ ટીમ પહેલી વખત ટુર્નામેન્ટની અધવચ્ચે પૉઇન્ટ-ટેબલમાં તળિયાની ટીમ બની છે.
ગુજરાત-બૅન્ગલોરની ટક્કર સાથે આજે બરોડાના કોટંબી સ્ટેડિયમમાં WPL 2026નો બીજો તબક્કો શરૂ થશે. પાંચ ફેબ્રુઆરીએ આ જ સ્ટેડિયમમાં ફાઇનલ મૅચ રમાશે.
|
વિમેન્સ પ્રીમિયર લીગ 2026નું પૉઇન્ટ-ટેબલ |
|||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નેટ રનરેટ |
પૉઇન્ટ |
|
બૅન્ગલોર |
૪ |
૪ |
૦ |
+૧.૬૦૦ |
૮ |
|
મુંબઈ |
૫ |
૨ |
૩ |
+૦.૧૫૧ |
૪ |
|
ગુજરાત |
૪ |
૨ |
૨ |
-૦.૩૧૯ |
૪ |
|
યુપી |
૫ |
૨ |
૩ |
-૦.૪૮૩ |
૪ |
|
દિલ્હી |
૪ |
૧ |
૩ |
-૦.૮૫૬ |
૨ |
ADVERTISEMENT
પહેલા તબક્કામાં જ મળી ગયા છે રેકૉર્ડ-બ્રેક સીઝનના આસાર
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ના પહેલા તબક્કાના કેટલાક રસપ્રદ આંકડા સામે આવ્યા છે. આ આંકડા વર્તમાન સીઝન રેકૉર્ડ-બ્રેક બનશે એવી સાબિતી આપી રહી છે. પહેલી ત્રણેય સીઝનમાં પ્રથમ ઇનિંગ્સનો ઍવરેજ ટીમ-સ્કોર ૧૫૭, ૧૬૪ અને ૧૫૩ રન હતો જ્યારે વર્તમાન ચોથી સીઝનમાં એ વધીને ૧૭૭ રનનો થયો છે.
પહેલી ૧૧ મૅચમાં બાઉન્ડરી હિટિંગની ટકાવારી સૌથી વધુ ૨૧.૭૬ ટકા જોવા મળી. પહેલા તબક્કામાં ૨૭.૯ની રેકૉર્ડ-ઍવરેજ અને ૧૪૧.૨૭ના રેકૉર્ડ સ્ટ્રાઇક-રેટથી રન બની રહ્યા છે. પહેલી ૧૧ મૅચમાં ૪૩૮ ફોર અને ૧૨૧ સિક્સ જોવા મળ્યા હતા. ટોટલ ૨૧ ફિફ્ટી પહેલા તબક્કામાં જોવા મળી જેમાંથી ૧૫ ફિફ્ટી વિદેશી બૅટર્સે ફટકારી છે. પહેલી ૧૧ મૅચમાં ૭૭ વિકેટ ફાસ્ટ બોલર્સને અને ૪૯ વિકેટ સ્પિનર્સને મળી છે.


