પ્લેઑફમાં પહોંચેલી બૅન્ગલોરની ટીમ માટે આ સીઝનમાં વધુ ૩ વિકેટ લઈને ભુવી આ રેકૉર્ડ પણ પોતાના નામે કરી શકે છે.
ભુવનેશ્વર કુમાર
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુનો અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર IPL 2026માં હાલમાં પર્પલ કૅપ હોલ્ડર છે. તેણે રવિવારે પંજાબ કિંગ્સ સામે બે વિકેટ લઈને એક મોટો રેકૉર્ડ પોતાને નામે કર્યો હતો. ભુવનેશ્વર કુમાર ૩૫ વર્ષની ઉંમર પછી એક IPL સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો છે. ૩૬ વર્ષના ભુવનેશ્વર કુમારે આ સીઝનમાં ૧૩ મૅચમાં ૨૪ વિકેટ લીધી છે. ગુજરાત ટાઇટન્સના વર્તમાન કોચ અને ભારતના ભૂતપૂર્વ ડાબોડી ફાસ્ટ બોલર આશિષ નેહરાનો ૧૧ વર્ષ જૂનો રેકૉર્ડ ભુવીએ તોડ્યો હતો. ૨૦૧૫માં આશિષ નેહરાએ ચેન્નઈ સુપર કિંગ્સ માટે ૩૬ વર્ષની ઉંમરે ૨૨ વિકેટ લીધી હતી. ૩૫ વર્ષની ઉંમર પછી એક IPL સીઝનમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે સાઉથ આફ્રિકાનો ઇમરાન તાહિર સૌથી આગળ છે. તેણે ૨૦૧૯માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે ૨૬ વિકેટ લીધી હતી. પ્લેઑફમાં પહોંચેલી બૅન્ગલોરની ટીમ માટે આ સીઝનમાં વધુ ૩ વિકેટ લઈને ભુવી આ રેકૉર્ડ પણ પોતાના નામે કરી શકે છે.
