Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ત્રીજી અનઑફિશ્યલ મૅચમાં ઇન્ડિયા Aની ટીમે પહેલી ઇનિંગ્સ ૪૬૪-૫ના સ્કોરે ડિક્લેર કરી દીધી

ત્રીજી અનઑફિશ્યલ મૅચમાં ઇન્ડિયા Aની ટીમે પહેલી ઇનિંગ્સ ૪૬૪-૫ના સ્કોરે ડિક્લેર કરી દીધી

Published : 09 November, 2026 02:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓપનર્સની ધમાલ પછી ધ્રુવ જુરેલ, તિલક વર્મા અને વૉશિંગ્ટન સુંદરે ફિફ્ટી ફટકારી

ધ્રુવ જુરેલ, તિલક વર્મા અને વૉશિંગ્ટન સુંદર.

ધ્રુવ જુરેલ, તિલક વર્મા અને વૉશિંગ્ટન સુંદર.


લિંકનમાં આયોજિત ત્રીજી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચના બીજા દિવસે ઇન્ડિયા Aની ટીમે યજમાન સામે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી હતી. ઓપનર્સની ૧૭૫ રનની ભાગીદારી પછી અન્ય ત્રણ ફિફ્ટી પ્લસના સ્કોરના આધારે ભારતે ૧૪૬ ઓવર રમીને ૪૬૪-૫ના સ્કોરે પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. બીજા દિવસના અંતે ન્યુ ઝીલૅન્ડ Aની ટીમે ૧૪ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૩૬ રન કર્યા હતા. 
ગઈ કાલે ૨૨૭-૨ના સ્કોરથી ભારતે પહેલી ઇનિંગ્સને આગળ વધારી હતી. ઓપનર સાઈ સુદર્શનની ઇનિંગ્સ ૧૧ ફોરની મદદથી ૨૫૫ બૉલમાં ૮૮ રને સમાપ્ત થઈ હતી. કૅપ્ટન ધ્રુવ જુરેલે ૯૫ બૉલમાં ૯ ફોર,બે સિક્સની મદદથી ૭૧ રન; તિલક વર્માએ ૧૬૪ બૉલમાં પાંચ ફોર, બે સિક્સના સહારે અણનમ ૮૧ રન અને વૉશિંગ્ટન સુંદરે ૧૦૭ બૉલમાં બે ફોરની મદદથી અણનમ ૫૦ રન ફટકાર્યા હતા. ભારત પાસે હજી ૪૨૮ રનની વિશાળ લીડ બચી હતી.
દેવદત્ત પડિક્કલે ૫૩ બૉલમાં ૧૫ રન અને રવીન્દ્ર જાડેજાએ ૭૧ બૉલમાં પચીસ રનનું યોગદાન આપ્યું હતું. યજમાન ટીમના ૯ બોલિંગ વિકલ્પોમાંથી ફાસ્ટ બોલર ઝૅક ગિબ્સને ૨૩.૧ ઓવરમાં ૭૩ રન આપવાની સાથે બે વિકેટ લઈને બેસ્ટ પ્રદર્શન નોંધાવ્યું હતું. 
પહેલી ઇનિંગ્સની શરૂઆતમાં જ યજમાન ટીમે ૯.૪ ઓવરમાં ૨૬ રનના સ્કોર પર બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવી હતી. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ પાંચ ઓવરમાં ૧૨ રન આપીને બન્ને વિકેટ લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK