Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર્સને અરીસો દેખાડનાર શાદાબ ખાન પર શાહિદ આફ્રિદીએ ટૉન્ટ માર્યો...

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર્સને અરીસો દેખાડનાર શાદાબ ખાન પર શાહિદ આફ્રિદીએ ટૉન્ટ માર્યો...

Published : 21 February, 2026 04:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બેટા, પર્ફોર્મન્સ પે ધ્યાન દો, બડી ટીમોં કે સામને ખેલ કે દિખાઓ...

શાદાબ ખાન અને શાહિદ આફ્રિદી

શાદાબ ખાન અને શાહિદ આફ્રિદી


પાકિસ્તાનના ઑલરાઉન્ડર શાદાબ ખાને હાલમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્લેયર્સ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્લેયર્સને માત્ર નિવેદન આપતાં આવડે છે. T20 વર્લ્ડ કપમાં ભારતને ૨૦૨૧માં અમારી ટીમે પહેલી વખત હરાવી હતી, તેમણે કશું ઉખાડ્યું નથી.’

શાદાબ ખાનના આ નિવેદન પર પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદીએ કહ્યું હતું કે ‘શાદાબ ખાન અને તેના સાથી-પ્લેયર્સ ૨૦૨૧માં ભારતને હરાવીને પણ માન જાળવી શક્યા નથી. તેઓ ટીમને જ સંભાળી શક્યા નહીં. શાદાબ દીકરા, તેં નામિબિયા સામે જ પ્રદર્શન કર્યું છે. બેટા, પર્ફોર્મન્સ પર ધ્યાન આપ અને મોટી ટીમ સામે રમીને દેખાડ. પછી અમને ચૂપ કરવા આવજે.’


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2026 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK