લંકા પ્રીમિયર લીગ 2026માં ટીમની ભૂલને કારણે રમવાની તક ગુમાવનાર શાહીન આફ્રિદીએ કૅન્ડી રૉયલ્સ સામે ઍન્ટી-કરપ્શન યુનિટમાં ફરિયાદ નોંધાવી. ટીમે ભૂલ સ્વીકારીને માફી પણ માગી હતી.
શાહીન આફ્રિદી
લંકા પ્રીમિયર લીગ 2026માં વધુ એક વિવાદ સામે આવ્યો છે. પાકિસ્તાનનો ડાબોડી ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી એક મૅચમાં રમવા ન મળતાં લીગના ઍન્ટી-કરપ્શન યુનિટ સુધી પહોંચી ગયો છે. એક સમયે તેણે પાકિસ્તાન પાછા જતા રહેવાનું વિચારી લીધું હતું. શાહીન આફ્રિદીએ હમણાં સુધી લીગમાં 3 મૅચમાં ૪ વિકેટ લીધી છે.
શનિવારે ગૉલ ગૅલન્ટ્સ સામેની મૅચ પહેલાં શાહીન આફ્રિદીને તેની ટીમ કૅન્ડી રૉયલ્સને જાણ કરી હતી કે તે ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમશે. જોકે ટીમના ઍનલિસ્ટની ભૂલને કારણે શાહીન આફ્રિદીનું નામ ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે ઑફિશ્યલ પ્લેયર્સ લિસ્ટમાં આવ્યું નહોતું. ટીમ-મૅનેજમેન્ટે માફી માગી હોવા છતાં શાહીન આફ્રિદીએ ઍન્ટી-કરપ્શન યુનિટમાં ફરિયાદ નોંધાવી હતી.
