ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શેન વૉટસનનું માનવું છે કે...
શેન વૉટસન
ઑસ્ટ્રેલિયાનો ભૂતપુુર્વ ઑલરાઉન્ડર શેન વૉટસન માને છે કે સ્ટીવ સ્મિથ બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)માં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘સ્મિથને ઓપનિંગ અથવા ચોથા નંબર પર બૅટિંગ કરવાનું પસંદ છે. તેને ઓપનિંગ કરવાની તક મળી અને સ્ટીવ સ્મિથ તેના શ્રેષ્ઠ પ્રદર્શનથી તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી શક્યો. એ સમયે તેની ટેક્નિક થોડી ખરાબ હતી એટલે તે ઘણી વાર આઉટ થયો. પાકિસ્તાન સામેની વન-ડે સિરીઝમાં તેની પાસે તમામ પ્રકારના શૉટ જોવા મળ્યા. મને વિશ્વાસ છે કે ભારત સામેની સિરીઝમાં તે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે. ચોથા નંબર પર બૅટિંગ કરે કે ઓપનિંગ, તે રન બનાવશે.’
યંગ નૅથન મૅકસ્વીની આ સિરીઝમાં ઉસ્માન ખ્વાજા સાથે ઓપનિંગ કરતો જોવા મળશે એથી સ્ટીવ સ્મિથને મિડલ ઑર્ડર બૅટર તરીકેની ભૂમિકા ભજવવી પડશે. BGTની ૧૮ મૅચમાં ૮ સેન્ચુરી અને પાંચ ફિફ્ટીની મદદથી સ્મિથે ૧૮૮૭ રન ફટકાર્યા છે. તે હાલમાં આ ટુર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયા માટે હાઇએસ્ટ રન ફટકારનાર ઍક્ટિવ પ્લેયર છે.
ADVERTISEMENT
અલગ-અલગ બૅટિંગ પોઝિશન પર સ્ટીવ સ્મિથનો ટેસ્ટ-રેકૉર્ડ
પોઝિશન રન ઍવરેજ
ઓપનિંગ ૧૭૧ ૨૮.૫૦
૩ ૧૭૪૪ ૬૭.૦૭
૪ ૫૯૬૬ ૬૧.૫૦
૫ ૧૨૫૮ ૫૭.૧૮
૬ ૩૨૫ ૨૫.૦૦
૭ ૧૨૧ ૬૦.૫૦
૮ ૮૮ ૨૯.૩૩
૯ ૧૨ ૧૨.૦૦
કુલ - ૯૬૮૫ રન, ૫૬.૯૭ ઍવરેજ