શિખર ધવને અનોખા અંદાજમાં ડેટિંગના સમાચાર કન્ફર્મ કર્યા
શિખર ધવને અનોખા અંદાજમાં ડેટિંગના સમાચાર કન્ફર્મ કર્યા
ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવન ડિવૉર્સ બાદ આગળ વધી ગયો છે અને તેને ફરીથી નવું પ્રેમી પાત્ર મળી ગયું છે. એક ન્યુઝ-શોમાં તેણે સ્વીકાર્યું કે તે એક રિલેશનશિપમાં છે અને રૂમમાં જે સૌથી સુંદર છોકરી છે તે તેની ગર્લફ્રેન્ડ છે, પણ તેણે તે ગર્લફ્રેન્ડનું નામ આપવાની ના પાડી હતી. ત્યાં હાજર તેની ગર્લફ્રેન્ડ તરફ જ્યારે કૅમેરામૅન વિડિયો લેવા આગળ વધ્યો ત્યારે તેણે તેને અટકાવ્યો પણ હતો અને યોગ્ય સમયે લગ્નની તારીખ સહિતની માહિતી શૅર કરીશ એવી બાંયધરી પણ આપી હતી. અહેવાલો અનુસાર તેની ગર્લફ્રેન્ડનું નામ સોફી શાઇન છે, તે ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 દરમ્યાન દુબઈમાં પણ શિખર ધવનની સાથે જોવા મળી હતી.

