કોસ્ટલ રોડના ફેઝ-2 માટે લોકો ૨૧ એપ્રિલ સુધી સૂચનો આપી શકશે
પ્રતીકાત્મક તસવીર
કોસ્ટલ રોડના ફેઝ-2 પ્રોજેક્ટમાં વર્સોવાથી દહિસર સુધી કોસ્ટલ રોડ બાંધવામાં આવશે જેના માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) મૅન્ગ્રોવ્ઝનાં ૯૦૦૦ ઝાડ કાપશે અને આ પ્રોજેક્ટથી બીજાં ૫૧,૦૦૦ મૅન્ગ્રોવ્ઝને અસર થશે. BMCના આર-સેન્ટ્રલ વૉર્ડે કોસ્ટલ રોડના આ પ્રોજેક્ટ માટે ૨૧ એપ્રિલ સુધી લોકોનાં સૂચનો મગાવ્યાં છે.
મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોનલ મૅનેજમેન્ટ ઑથોરિટીએ જણાવ્યું હતું કે ‘BMCએ વેસ્ટર્ન સબર્બ્સમાં વર્સોવાથી દહિસરના વિસ્તારોને કનેક્ટ કરવા જંગલ વિભાગની ૧૨૦ હેક્ટર જમીનમાં આવેલાં ૯૦૦૦ મૅન્ગ્રોવ્ઝને કાપવા માટેની વિનંતી કરી છે. આ પ્રોજેક્ટને પર્યાવરણ વિભાગે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં મંજૂરી આપી દીધી છે એટલે હવે કોસ્ટલ રોડના ફેઝ-૨નું કામ શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.’
ADVERTISEMENT
કોસ્ટલ રોડના પ્રોજેક્ટમાં મૅન્ગ્રોવ્ઝને થનારા નુકસાનની ભરપાઈ કરવા માટે વર્સોવાથી દહિસર સુધીના વિસ્તારમાં BMC મૅન્ગ્રોવ્ઝની નર્સરીઓ ઊભી કરશે.

