Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > યશસ્વી જાયસવાલને હવે વિકેટકીપિંગમાં રસ જાગ્યો

યશસ્વી જાયસવાલને હવે વિકેટકીપિંગમાં રસ જાગ્યો

Published : 10 October, 2026 05:11 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યશસ્વી જાયસવાલ રવિવારથી શરૂ થનારી ચંડીગઢ સામેની મુંબઈની રણજી ટ્રોફીની પ્રથમ મૅચ માટે ઉપલબ્ધ રહેશે, પરંતુ ત્યાર પછી નૅશનલ ડ્યુટીને કારણે તે ટીમ સાથે રહેશે નહીં.

યશસ્વી જાયસવાલને હવે વિકેટકીપિંગમાં રસ જાગ્યો

યશસ્વી જાયસવાલને હવે વિકેટકીપિંગમાં રસ જાગ્યો

ભારતીય ઓપનિંગ બૅટ્સમૅન યશસ્વી જાયસવાલ તેની બૅટિંગ અને લેગ-સ્પિન બોલિંગની સાથે વિકેટકીપિંગની કુશળતા પણ વિકસાવી રહ્યો છે. મુંબઈનો કૅપ્ટન સિદ્ધેશ લાડ કહે છે, ‘યશસ્વી વિકેટકીપિંગનો અભ્યાસ કરી રહ્યો છે અને રણજી ટ્રોફી પહેલાં મુંબઈની એક પ્રૅક્ટિસ મૅચ દરમ્યાન તેણે લગભગ ૧૦ ઓવર સુધી વિકેટકીપિંગ પણ કર્યું હતું. જાયસવાલ પોતાની રમતમાં એક નવું પાસું ઉમેરવા ઇચ્છે છે. તેથી જ તેણે વિકેટકીપિંગનો અભ્યાસ શરૂ કર્યો છે.’
યશસ્વી ઘણી વખત ભારતીય ટીમની નેટ્સમાં લેગ-સ્પિન બોલિંગનો પણ અભ્યાસ કરે છે.
યશસ્વી જાયસવાલ રવિવારથી શરૂ થનારી ચંડીગઢ સામેની મુંબઈની રણજી ટ્રોફીની પ્રથમ મૅચ માટે ઉપલબ્ધ રહેશે, પરંતુ ત્યાર પછી નૅશનલ ડ્યુટીને કારણે તે ટીમ સાથે રહેશે નહીં.

Whatsapp-channel Whatsapp-channel

10 October, 2026 05:11 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK