બરોડાએ હાર્દિક પંડ્યાની ૪૨ બૉલમાં ૭૭ રનની નૉટઆઉટ ઇનિંગ્સની મદદથી પાંચ બૉલ પહેલાં ૨૨૪ રન કરીને ૨૨૩ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો
મેદાન પર દોડી આવેલા ફૅન સાથે હાર્દિક પંડ્યાએ પડાવ્યો સેલ્ફી
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ગઈ કાલે ઇન્જરીમાંથી ફિટ થઈને પ્રોફેશનલ ક્રિકેટમાં શાનદાર વાપસી કરી હતી. એશિયા કપમાં ઇન્જર્ડ થયેલો આ ઑલરાઉન્ડર સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝ રમવા માટે ફુલ્લી ફિટ લાગી રહ્યો છે. પંજાબ સામેની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મૅચમાં બરોડાએ ૭ વિકેટે જીત નોંધાવી હતી.
પંજાબે પોતાના કૅપ્ટન અભિષેક શર્માની ૧૯ બૉલમાં ૫૦ રનની અને અનમોલપ્રીતની ૩૨ બૉલમાં ૬૯ રનની ઇનિંગ્સનના આધારે ૮ વિકેટે ૨૨૨ રન કર્યા હતા. બરોડાએ હાર્દિક પંડ્યાની ૪૨ બૉલમાં ૭૭ રનની નૉટઆઉટ ઇનિંગ્સની મદદથી પાંચ બૉલ પહેલાં ૨૨૪ રન કરીને ૨૨૩ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
મોટા ભાઈ કૃણાલ પંડ્યાની કૅપ્ટન્સી હેઠળ રમી રહેલા હાર્દિક પંડ્યાએ ૪ ઓવરના સ્પેલમાં સૌથી વધુ બાવન રન આપીને એક વિકેટ લીધી હતી. સ્ટેડિયમમાં હાજર ઉત્સાહિત ક્રિકેટ-ફૅન્સ વારંવાર સુરક્ષાઘેરો તોડીને હાર્દિક પંડ્યાને મળવા આવતા હોવાથી મૅચ કેટલીક વખત રોકવી પડી હતી.
ADVERTISEMENT
ગ્રુપ Cની આ બન્ને ટીમને ૪ મૅચમાં બે જીત અને બે હાર મળી છે.


