Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હું ભારતીય ટીમની કૅપ્ટન બનવા માટે બિલકુલ તૈયાર છું : સ્મૃતિ માન્ધના

હું ભારતીય ટીમની કૅપ્ટન બનવા માટે બિલકુલ તૈયાર છું : સ્મૃતિ માન્ધના

Published : 17 July, 2026 11:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં મળેલી નિષ્ફળતા વિશે વાત કરતાં સ્મૃતિ માન્ધના કહે છે કે...

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસનના યુટ્યુબ શોમાં સામેલ થઈ હતી સ્મૃતિ માન્ધના

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસનના યુટ્યુબ શોમાં સામેલ થઈ હતી સ્મૃતિ માન્ધના


ભારતીય વિમેન્સ ટીમની વાઇસ-કૅપ્ટનસ્મૃતિ માન્ધનાએ એક ઇન્ટરવ્યુમાં મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં મળેલી નિષ્ફળતા વિશે વાત કરતાં સ્મૃતિ માન્ધના કહે છે કે ‘આત્મનિરીક્ષણ કરવું અને આપણી ભૂલોમાંથી શીખવું મહત્ત્વપૂર્ણ છે. કમનસીબે અમે ભૂતકાળની ભૂલોમાંથી પૂરતું શીખ્યા નહીં અને અેનું પુનરાવર્તન કરતાં રહ્યાં.’

સ્મૃતિએ કહ્યું કે ‘હા, હું ભારતીય ટીમની રેગ્યુલર કૅપ્ટન બનવા માટે બિલકુલ તૈયાર છું. આગળ વધતા સમયે T20 વર્લ્ડ કપ 2028 સુધી એક સ્પષ્ટ રોડમૅપ હોવો જરૂરી છે કે આપણે આ ફૉર્મેટમાં કેવો અભિગમ અપનાવવા માગીએ છીએ અને એક ટીમ તરીકે અમારે શું કરવાની જરૂર છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2026 11:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK