એશિયન ગેમ્સ 2026માં સ્ક્વૉશમાં ભારતે પાંચ મેડલ જીત્યા છે. ૧૯૯૮થી ૨૦૨૨ સુધી ભારતે સ્ક્વૉશમાં ત્રણ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૧૧ બ્રૉન્ઝ સહિત ૧૮ મેડલ જીત્યા હતા.
એશિયન ગેમ્સ 2026માં સ્ક્વૉશમાં મેન્સ-વિમેન્સ ટીમ ઇવેન્ટમાં ભારતે બ્રૉન્ઝ મેડલ જીત્યા
એશિયન ગેમ્સ 2026માં ભારતની મેન્સ અને વિમેન્સ ટીમે સ્ક્વૉશ સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. ભારતની મેન્સ ટીમને મલેશિયા સામે અને વિમેન્સ ટીમને હૉન્ગકૉન્ગ સામે ૧-૨થી હારનો સામનો કરવો પડ્યો હતો.
એશિયન ગેમ્સ 2026માં સ્ક્વૉશમાં ભારતે પાંચ મેડલ જીત્યા છે. ૧૯૯૮થી ૨૦૨૨ સુધી ભારતે સ્ક્વૉશમાં ત્રણ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૧૧ બ્રૉન્ઝ સહિત ૧૮ મેડલ જીત્યા હતા.
એશિયન ગેમ્સ 2026ની મહત્ત્વપૂર્ણ અપડેટ
ADVERTISEMENT
પુરુષોની વૉલીબૉલ ક્વૉર્ટર ફાઇનલમાં ભારતીય ટીમને ઊંચું સ્થાન ધરાવતા પાકિસ્તાન સામે ૧૯-૨૫, ૨૩-૨૫, ૧૮-૨૫થી હારનો સામનો કરવો પડ્યો. ભારત ૪૦ વર્ષથી આ ઇવેન્ટમાં મેડલ જીતી શક્યું નથી.
પુરુષ ટેનિસ સિંગલ્સની ક્વૉર્ટર ફાઇનલમાંથી સુમિત નાગલની વિદાય સાથે ભારતનું અભિયાન સમાપ્ત થયું છે. ૧૯૮૬ પછી પ્રથમ વખત ભારતીય ટેનિસ ટીમ એશિયન ગેમ્સમાંથી કોઈ પણ મેડલ જીત્યા વિના પરત ફરશે.
ઈરાની કપ : ૧૫૫ રને સાત વિકેટ ગુમાવ્યા પછી રેસ્ટ ઑફ ઇન્ડિયાનો પહેલી ઇનિંગ્સનો સ્કોર ૨૩૭
છઠ્ઠા ક્રમે રમવા આવેલા સ્મરણ રવિચન્દ્રને ૮૩ બૉલમાં ૮ ફોર, એક સિક્સની મદદથી ૬૮ રન અને નવમા ક્રમે રમનાર આકાશ દીપે ૨૪ બૉલમાં બાવીસ રન કરીને ટીમનો સ્કોર ૨૦૦ રનને પાર પહોંચાડ્યો હતો. જમ્મુ ઍન્ડ કાશ્મીરના ફાસ્ટ બોલર્સ સુનીલ કુમાર અને લોન નાસિર મુઝફ્ફરે ૩-૩ વિકેટ ઝડપી હતી.
વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે લાગલાગટ છઠ્ઠી વન-ડે સિરીઝ જીત્યું સાઉથ આફ્રિકા
અંતિમ વન-ડે જીતીને ઑસ્ટ્રેલિયા ક્લીન સ્વીપથી બચ્યું, સાઉથ આફ્રિકાની ધરતી પર એક દાયકામાં માત્ર ત્રીજી જીત
સાઉથ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયા સામે ૨-૧થી ત્રણ મૅચની સિરીઝ જીતીને આ હરીફ સામે ૨૦૧૬થી સતત છઠ્ઠી વન-ડે સિરીઝમાં જીત નોંધાવી છે. અંતિમ વન-ડે મૅચમાં ઑસ્ટ્રેલિયાએ DLS મેથડથી ૪૫ રને જીત નોંધાવીને ક્લીન સ્વીપ રોકી હતી.
ઑસ્ટ્રેલિયાએ ઍલેક્સ કૅરીના ૭૪ રન અને કૅપ્ટન મિચલ માર્શના ૫૬ રનની મદદથી ૩૨૨/૯નો સ્કોર કર્યો. વરસાદને કારણે યજમાન સાઉથ આફ્રિકાને ૨૮ ઓવરમાં ૧૯૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો, જોકે તેઓ ૧૪૫/૪નો સ્કોર જ કરી શક્યા હતા.
વન-ડે ક્રિકેટમાં ઑસ્ટ્રેલિયા સામે સૌથી વધુ 51.3 જીતની ટકાવારી ધરાવે છે સાઉથ આફ્રિકા.
વર્તમાન વન-ડે વર્લ્ડ કપ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા આગામી વર્લ્ડ કપના યજમાન સાઉથ આફ્રિકા સામે છેલ્લા એક દાયકામાં લાગલગાટ ૬ વન-ડે સિરીઝ હાર્યું છે. છેલ્લા એક દાયકામાં સાઉથ આફ્રિકા પોતાની ધરતી પર આ હરીફ સામે માત્ર ત્રીજી વન-ડે મૅચ હાર્યું છે અને ૧૩ મૅચ જીત્યું છે. આ અગાઉની પાંચેય વન-ડે મૅચમાં સાઉથ આફ્રિકા ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામે જીત્યું હતું.
