સાઉથ આફ્રિકાએ નામિબિયાને T20માં પહેલી વખત હરાવ્યું
લુઆન-ડ્રે-પ્રેટોરિયસ
T20 ફૉર્મેટમાં નામિબિયા સામે સતત બે હાર પછી સાઉથ આફ્રિકા પહેલી વખત એને હરાવવામાં સફળ રહ્યું છે. શુક્રવારે સાઉથ આફ્રિકા સામે નામિબિયાને ૧૧ રને હાર મળી હતી. સાઉથ આફ્રિકાએ ૪ વિકેટ ગુમાવીને ૨૨૮ રન કર્યા હતાં. જવાબમાં નામિબિયા ૩ વિકેટે ૨૧૭ રન કરીને હાર્યું હતું.
આ મૅચમાં સાઉથ આફ્રિકાનો લુઆન-ડ્રે-પ્રેટોરિયસ ઓપનિંગ કરીને ૫૩ બૉલમાં પાંચ ફોર અને ૮ સિક્સની મદદથી ૧૦૧ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ૨૦ વર્ષ ૧૬૧ દિવસની ઉંમરે પહેલી T20 ઇન્ટરનૅશનલ સદી ફટકારીને ફુલ મેમ્બર ટીમો વચ્ચે તે યંગેસ્ટ T20 સેન્ચુરિયન બન્યો છે. તેણે અફઘાનિસ્તાનના હઝરતુલ્લાહ ઝાઝાઈનો ૨૦ વર્ષ ૩૩૭ દિવસનો રેકૉર્ડ તોડ્યો હતો.
ત્રિકોણીય T20 સિરીઝની ફાઇનલની રેસમાંથી યજમાન નામિબિયા આઉટ
ADVERTISEMENT
આજે વિન્ડહૉકમાં મહેમાન ટીમો સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રિકોણીય T20 સિરીઝની ફાઇનલ મૅચ રમાશે. સાઉથ આફ્રિકાએ ચારમાંથી ત્રણ મૅચ અને ઝિમ્બાબ્વેએ ચારમાંથી બે મૅચ જીતીને ટૉપ-ટૂમાં સ્થાન મેળવ્યું હતું. યજમાન નામિબિયા ૪ મૅચોમાંથી માત્ર શરૂઆતની સાઉથ આફ્રિકા સામેની મૅચ જીત્યા પછી સતત ત્રણ મૅચ હાર્યું હતું.
