Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Sports update: CSK અને SRH વચ્ચે ૪ ક્રિકેટર્સની ટ્રેડ-ડીલ થઈ

Sports update: CSK અને SRH વચ્ચે ૪ ક્રિકેટર્સની ટ્રેડ-ડીલ થઈ

Published : 06 November, 2026 08:45 AM | Modified : 06 November, 2026 12:57 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL 2026ના મિની-ઑક્શનમાં ૧૩ કરોડ રૂપિયામાં હૈદરાબાદમાં આવેલો ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર લિઆમ લિવિંગ્સ્ટન હવે ૬ કરોડ રૂપિયાની સૅલેરીમાં રમશે. ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર જૅક એડવર્ડ્‍સ પોતાની ૩ કરોડ રૂપિયાની કિંમતમાં જ યલો જર્સીમાં રમતો જોવા મળશે.

લિઆમ લિવિંગ્સ્ટન, જૅક એડવર્ડ્સ, ખલીલ અહમદ, નૅ નૅથન એલિસ

લિઆમ લિવિંગ્સ્ટન, જૅક એડવર્ડ્સ, ખલીલ અહમદ, નૅ નૅથન એલિસ


ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે ૪ ક્રિકેટર્સની ટ્રેડ-ડીલ પૂર્ણ થઈ છે. આ કરાર હેઠળ લિઆમ લિવિંગ્સ્ટન અને જૅક એડવર્ડ્‍સ ચેન્નઈમાં જોડાશે, જ્યારે ખલીલ અહમદ અને નૅથન એલિસ હૈદરાબાદમાં જોડાશે. 

IPL 2026ના મિની-ઑક્શનમાં ૧૩ કરોડ રૂપિયામાં હૈદરાબાદમાં આવેલો ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર લિઆમ લિવિંગ્સ્ટન હવે ૬ કરોડ રૂપિયાની સૅલેરીમાં રમશે. ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર જૅક એડવર્ડ્‍સ પોતાની ૩ કરોડ રૂપિયાની કિંમતમાં જ યલો જર્સીમાં રમતો જોવા મળશે. 



પેસ બોલર્સ ખલીલ અહમદ અને ઑસ્ટ્રેલિયાનો નૅથન એલિસ છેલ્લી સીઝનમાં ઇન્જરીને કારણે ચેન્નઈના અભિયાનમાં અંત સુધી રમી શક્યા નહોતા. ખલીલ અહમદે ૪.૮ કરોડ રૂપિયા અને નૅથન એલિસે બે કરોડ રૂપિયાની પોતાની અગાઉની સૅલેરી જાળવી રાખી છે.


ઑક્ટોબરના પ્લેયર ઑફ ધ મંથ અવૉર્ડની રેસમાં ભારત તરફથી ઑલરાઉન્ડર દીપ્તિ શર્માનો સમાવેશ


ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ગઈ કાલે ઑક્ટોબરના પ્લેયર ઑફ ધ મંથ અવૉર્ડ માટે નૉમેનિટ થયેલા ક્રિકેટર્સની જાહેરાત કરી હતી. ભારત તરફથી આ રેસમાં ઑલરાઉન્ડર દીપ્તિ શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મેન્સ અવૉર્ડની કૅટેગરીમાં સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર માર્કો યાન્સેન, પાકિસ્તાનના સ્પિન ઑલરાઉન્ડર અરાફાત મિન્હાસ અને વેસ્ટ ઇન્ડીઝના બૅટર શાઈ હોપને એન્ટ્રી મળી છે. વિમેન્સ કૅટેગરીમાં બંગલાદેશની બૅટર સોભના મોસ્ટોરી અને ઑસ્ટ્રેલિયાની ઑલરાઉન્ડર ઍનાબેલ સધરલૅન્ડને નૉમિનેશન મળ્યું છે.

ઑકલૅન્ડના ઈડન પાર્કમાં વૉલ-પેઇન્ટિંગમાં રોહિત-વિરાટ સાથે વૈભવ સૂર્યવંશીને મળ્યું સ્થાન

૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીને ઑકલૅન્ડના ઈડન પાર્ક સ્ટેડિયમમાં મોટું સન્માન મળ્યું છે. ન્યુ ઝીલૅન્ડના પ્રખ્યાત સ્ટ્રીટ-આર્ટિસ્ટ ઓટિસ ફ્રીઝેલે વન-ડે સિરીઝની શરૂઆતમાં ઈડન પાર્ક સ્ટેડિયમની દીવાલ પર ભારતીય ક્રિકેટના મુખ્ય ચહેરાઓનું શાનદાર પૅઇન્ટિંગ તૈયાર કર્યું હતું.

વૉલ-પેઇન્ટિંગમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી ચહેરાઓની વચ્ચે ટીનેજર વૈભવ સૂર્યવંશીને સ્થાન મળ્યું હતું. પહેલી વન-ડે મૅચ દરમ્યાન વિરાટ કોહલી અને રોહિત શર્માએ આ વૉલ-પેઇન્ટિંગ પર મેસેજ લખીને ઑટોગ્રાફ પણ કર્યો હતો.

અફઘાનિસ્તાન સામે ટેસ્ટ-સિરીઝના પ્રારંભે ઝિમ્બાબ્વેનો સ્કોર ૩૨૬-૫

શારજાહમાં ગઈ કાલે અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે બે ટેસ્ટ-મૅચની સિરીઝ શરૂ થઈ હતી. ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ પસંદ કરનાર ઝિમ્બાબ્વેએ ૮૭ ઓવર રમીને ૩૨૬-૫નો સ્કોર કર્યો હતો. બ્રૅન્ડન ટેલરે ૧૪ ફોર, ૪ સિક્સ ફટકારીને ૧૬૮ બૉલમાં ૧૩૧ રન કરીને સાતમી ટેસ્ટ-સદી નોંધાવી હતી. કૅપ્ટન બ્રાયન બેનેટ ૧૨૮ બૉલમાં ૭૧ રન કરીને અણનમ રહ્યો હતો. અફઘાનિસ્તાનના સ્પિનર ઝિયા-ઉર-રહમાન અકબરે ૩૦ ઓવરમાં ૧૧૮ રન આપીને બે વિકેટ લીધી હતી.

બંગલાદેશ સામે ૨૭ રને ૩ વિકેટ ગુમાવનાર મહેમાન કૅરિબિયનોએ દિવસના અંતે ૨૩૫-૪નો સ્કોર કર્યો

બંગલાદેશ સામે બે ટેસ્ટ-મૅચની સિરીઝમાં ૧-૦થી આગળ ચાલી રહેલી વેસ્ટ ઇન્ડીઝે બીજી ટેસ્ટ-મૅચની રસપ્રદ શરૂઆત કરી હતી. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર કૅરિબિયનોએ ૮.૪ ઓવરમાં ૨૭ રનના સ્કોરે ૩ વિકેટ ગુમાવ્યા પછી દિવસના અંતે ૭૦ ઓવરમાં ૨૩૫-૪નો સ્કોર કર્યો હતો.

ચોથી વિકેટ માટે ૨૫૧ બૉલમાં ૧૩૧ રનની ભાગીદારી થઈ હતી. કેવિન વિકહમે ૧૪૫ બૉલમાં ૬૧ રન કર્યા હતા. વિકેટકીપર-બૅટર આમિર જંગૂ ૧૭૧ બૉલમાં ૧૧ ફોર , બે સિક્સના સહારે ૧૧૧ રન કરીને અણનમ રહ્યો હતો. ફાસ્ટ બોલર્સ તસ્કિન અહમદ અને હસન મહમૂદે બે-બે વિકેટ લીધી હતી.

ભૂતપૂર્વ ભારતીય હૉકી કૅપ્ટન સોમૈયાનો ઑલિમ્પિક્સ ગોલ્ડ મેડલ ચોરાઈ ગયો

ભૂતપૂર્વ ભારતીય હૉકી કૅપ્ટન એમ.એમ. સોમૈયાનો ૧૯૮૦નો મોસ્કો ઑલિમ્પિક્સનો ગોલ્ડ મેડલ ૨૮ ઑક્ટોબરે રોજ બૅન્ગલોરમાં તેમના ઘરે થયેલી ચોરીમાં ચોરાઈ ગયો હતો. ઘરેથી ત્રણ અન્ય ઇન્ટરનૅશનલ મેડલ, ઘરેણાં અને ૩૦ હજાર રૂપિયા કૅશની પણ ચોરી થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે ‘CCTV કૅમેરાના ફુટેજમાં બે અજાણ્યા માણસો ખાલી ઘરમાં રાત્રે ૨.૩૪ વાગ્યે પ્રવેશતા દેખાયા હતા.’

એશિયન હૉકી ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે જપાન સામે ૧૨ મિનિટમાં ૪ ગોલ કર્યા

૪-૧ની જીત સાથે રેકૉર્ડ છઠ્ઠી વખત ચૅમ્પિયન બન્યું ભારત

પંજાબના મોહાલીમાં ગઈ કાલે જપાન સામે ૪–૧થી જીત નોંધાવી ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે હૅટ-ટ્રિક અને ઓવરઑલ છઠ્ઠી વખત મેન્સ એશિયન હૉકી ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. મૅચના હાફ-ટાઇમ સુધીમાં ૦-૧થી પાછળ રહ્યા પછી ૪૨થી ૫૪ મિનિટની વચ્ચે ૧૨ મિનિટના સમયગાળામાં ભારતના ૪ ખેલાડીઓએ એક-એક ગોલ કર્યો હતો. સાઉથ કોરિયા સામે પાંચ-બેથી જીતીને મલેશિયા ત્રીજા ક્રમે રહી હતી.

Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK