વર્ષ 2022માં T20 એશિયા કપ જીતનાર શ્રીલંકન ટીમ આજથી T20 એશિયા કપ 2025માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. બંગલાદેશ અને શ્રીલંકા પહેલી વખત અબુ ધાબીમાં એકબીજા સામે T20 મૅચ રમશે.
આજથી ડિફેન્ડિંગ ચૅમ્પિયન શ્રીલંકાનું એશિયા કપ અભિયાન શરૂ
વર્ષ 2022માં T20 એશિયા કપ જીતનાર શ્રીલંકન ટીમ આજથી T20 એશિયા કપ 2025માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. બંગલાદેશ અને શ્રીલંકા પહેલી વખત અબુ ધાબીમાં એકબીજા સામે T20 મૅચ રમશે. એશિયા કપમાં બન્ને વર્ષ ૨૦૧૬ અને ૨૦૨૨માં એક-એક વખત ટકરાયાં છે અને એક-એક મૅચ જીત્યાં છે.
બન્ને ટીમ વચ્ચે ૨૦ વખત આ ફૉર્મેટની મૅચ રમાઈ છે જેમાંથી શ્રીલંકા ૧૨ અને બંગલાદેશ ૮ મૅચ જીત્યું છે. આ વર્ષે જુલાઈ મહિનામાં કૅપ્ટન લિટન દાસની ટીમ બંગલાદેશે કૅપ્ટન ચારિથ અસલંકાની ટીમ શ્રીલંકા સામે પહેલી વખત T20 સિરીઝ જીતી હતી. એ પહેલાંની ચારમાંથી ત્રણ સિરીઝ શ્રીલંકાએ જીતી હતી અને એક સિરીઝ ડ્રૉ રહી હતી.

