Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઈસ્ટ ઝોને બે સદીના આધારે પહેલા દિવસે ૩૫૫ રન ઝૂડ્યા

ઈસ્ટ ઝોને બે સદીના આધારે પહેલા દિવસે ૩૫૫ રન ઝૂડ્યા

Published : 24 August, 2026 02:33 PM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈશાન કિશન અને વૈભવ સૂર્યવંશી અનુક્રમે ૪ અને ૮ રન જ કરી શક્યા

શાહબાઝ અહમદ ૧૩૭ બૉલમાં ૧૦૦ રન કરીને અણનમ રહ્યો.

શાહબાઝ અહમદ ૧૩૭ બૉલમાં ૧૦૦ રન કરીને અણનમ રહ્યો.


બૅન્ગલોરના સેન્ટર ઑફ એક્સલન્સમાં બીજી ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં નૉર્થ ઈસ્ટ ઝોને ટૉસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી હતી. ઈશાન કિશનની ટીમ ઈસ્ટ ઝોને પહેલા દિવસે ૮૦ ઓવરમાં ૩૫૫/૬નો સ્કોર કર્યો હતો. કૅપ્ટન ઈશાન કિશન ૯ બૉલમાં ૪ રન અને વાઇસ-કૅપ્ટન વૈભવ સૂર્યવંશી ૬ બૉલમાં ૮ રન જ કરી શક્યા હતા. 
ઈસ્ટ ઝોનના ત્રીજા ક્રમના બૅટર કુમાર કુશાગ્રે ૬૫ બૉલમાં પંચાવન રન કર્યા હતા. ચોથા ક્રમે રમવા આવેલા સુદીપ કુમાર ઘરામીએ પચીસ ફોર અને એક સિક્સના આધારે ૧૮૫ બૉલમાં ૧૪૬ રન કર્યા હતા.
છઠ્ઠા ક્રમે રમી રહેલો સ્પિન ઑલરાઉન્ડર શાહબાઝ અહમદ ૧૩૭ બૉલમાં ૧૦૦ રન કરીને અણનમ રહ્યો હતો. નૉર્થ ઈસ્ટ ઝોનના યંગ ફાસ્ટ બોલર ફેરોઇજામ જોટિને ૫૩ બૉલમાં ૩ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર આકાશ ચૌધરીએ ૬૪ રન આપીને બે વિકેટ લીધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2026 02:33 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK