ભારતીય ટેસ્ટ-કૅપ્ટન તરીકે ગિલ, પંત સાથે ઐયરને પણ મુખ્ય દાવેદાર ગણાવ્યો. એક કૅપ્ટન તરીકે તમે T20નું સૌથી વધુ દબાણ અનુભવો છો. કૅપ્ટન્સી માટે આ (IPL) શ્રેષ્ઠ પ્રૅક્ટિસિંગ ગ્રાઉન્ડ છે.’
સુનીલ ગાવસકર
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સુનીલ ગાવસકરે ભાવિ ભારતીય ટેસ્ટ-કૅપ્ટન વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેઓ કહે છે, ‘આપણા સુપર કૅપ્ટન (મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા, વિરાટ કોહલી)ના સ્તર સુધી પહોંચવા માટે ભવિષ્યના કૅપ્ટન્સને તૈયાર કરવામાં બે વર્ષ લાગશે. તે બધાએ કૅપ્ટન્સી માટે અલગ અભિગમ અપનાવ્યો છે. જ્યારે તમે ભારતીય ટેસ્ટ-કૅપ્ટન્સી માટે ત્રણ મુખ્ય દાવેદાર શુભમન ગિલ, શ્રેયસ ઐયર અને રિષભ પંતને જુઓ છો ત્યારે તમને ત્રણેય (ધોની, રોહિત, વિરાટ)નું મિશ્રણ દેખાય છે. ગિલ કદાચ વધુ સ્પર્ધાત્મક છે, કારણ કે જ્યારે પણ કોઈ નિર્ણય આવે છે ત્યારે તે તરત જ અમ્પાયરને પૂછે છે. જોકે પંત સ્ટમ્પ્સ પાછળ છે અને તે આ બધા ફીલ્ડ-નિર્ણયોમાં પણ સારી રીતે સામેલ છે. ઐયર પણ શાનદાર રહ્યો છે. ત્રણેયે સકારાત્મક રીતે કૅપ્ટન્સી કરી છે. એક કૅપ્ટન તરીકે તમે T20નું સૌથી વધુ દબાણ અનુભવો છો. કૅપ્ટન્સી માટે આ (IPL) શ્રેષ્ઠ પ્રૅક્ટિસિંગ ગ્રાઉન્ડ છે.’

